ખેરવાડાનું સૌંદર્ય:લીલીછમ વનરાજી પર જાણે નદીએ આકર્ષક રેખા ખેંચી

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાની ખેરવાડા રેન્જમાં વનરાજી વચ્ચેથી વહેતી નદીનો નજારો આંખની તૃપ્તિની તરસ વધારે એવો જોવા મળી રહ્યો છે. આ જંગલ વિસ્તારમાં અંદાજે 90 હજાર હેક્ટર જમીનમાં 4 કરોડથી વધુ વૃક્ષનું વાવેતર કરાયા છે.

આ વર્ષ સિઝનના અંતિમ તબક્કામાં મેઘરાજા મન મુકીને વરસતાં જંગલમાંથી વહેતી નદીનો સુંદર નજારો સર્જાયો છે. જાણે લીલી ચાદર ધારણ કરેલી ધરતીમાતાની વચ્ચે કુદરતે સુંદરતામાં વધારો કરવા નદીરૂપી રેખા ખેંચી હોય એવું દ્રશ્ય તાપી જિલ્લાના જંગલ વિસ્તારમાં કેમેરામાં કેદ થયું છે.

અન્ય સમાચારો પણ છે...