તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતા-પુત્રનો આપઘાત:નિઝરના ભીલજાંબોલી ગામે ઠપકો આપતાં પુત્રએ ફાંસો ખાધો, બાદમાં પસ્તાવો થતાં પિતાએ પણ જીવન ટૂંકાવ્યું

સોનગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • પુત્રના આપઘાત કેસમાં પિતા જેલમાં હતા, બોન્ડ પર છૂટ્યા પછી અંતિમ પગલું ભરી લીધું

નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામે એક ઇસમે વૃક્ષ પર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવમાં થોડા સમય અગાઉ પિતાએ પોતાના પુત્રને ઠપકો આપતાં તેણે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે પાછળથી પુત્રના મોત બદલ પિતાને પસ્તાવો થતાં તેમણે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મૂળ નંદુરબાર તાલુકાના બેડાપાડા ગામે રહેતા બેસ્તાન ભાઈ સુગાભાઈ વળવી (41) ખેતી કરી જીવન ગુજારતા હતા. બેસ્તાનભાઈનો દીકરો રાજીવ કોઈ કામધંધો કરતો નહીં હોવાથી બાપ-દીકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. પિતાએ આ બાબતે રાજીવને ઠપકો આપતાં આખરે તે એ ગત થોડા માસ પહેલાં પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આ સંદર્ભે પિતા બેસ્તાન વળવી સામે ગુનો દાખલ થયો હતો અને તેઓ હાલ નંદુરબાર ખાતે જેલમાં હતા. બેસ્તાનભાઈ ગત પાંચમી જુલાઈએ જેલમાંથી બોન્ડ પર છૂટીને બહાર આવ્યા હતા, પરંતુ પોતાના લીધે પુત્રએ ગળેફાંસો ખાધો હોવાની બાબતે મનોમન પસ્તાવો વ્યક્ત કરતા હતા.

આખરે બેસ્તાનભાઈ વળવી (41) રવિવારે સાંજે નિઝર તાલુકાના ભીલજાંબલી ગામે આવ્યા હતા અને તેમણે એક ખેતરમાં આવેલા વડના વૃક્ષની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ પોતાની જીવનદોરી ટૂંકાવી દીધી હતી. આમ, સામાન્ય બાબતે થયેલા ઝઘડાને કારણે પિતા અને પુત્ર એમ બંનેનાં નિધન થતાં ગામમાં અરેરાટીની લાગણી ઊભી થઇ હતી. આ સંદર્ભે નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.