તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ સેવા:સોનગઢથી ઓટા સુધીની રાત્રી બસ સેવા ડેપોએ ફરી શરૂ થઇ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ સાંજેે ઉપડશે, બીજે દિવસે પરત આવશે

સોનગઢ તાલુકાના છેવાડે આવેલા ઓટા ગામ સુધીની રાત્રી બસ સેવા શરૂ કરવા સ્થાનિકોએ મામલતદાર સોનગઢને રજૂઆત કરી હતી અને પ્રશ્નનું નિરાકરણ ન આવે તો ધરણાંની ચીમકી આપી હતી. સોનગઢથી અંદાજિત 50 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્રની સરહદ નજીક ઓટા ગામ છે. આ વિસ્તારમાં અન્ય પણ 20 કરતા વધુ નાના નાના ગામડાં છે. આ ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈબહેનો અભ્યાસ અર્થે આવે છે, જ્યારે નોકરિયાત વર્ગ પર દરરોજ તાલુકા મથકે આવતો હોય છે.

સોનગઢથી સાંજે પરત ઓટા સુધી જવા ઉપડતી બસ કોરોનાના કારણે બંધ થઇ હતી અને રૂટ પર મિની બસ દોડાવાતી હતી જેથી મુસાફરોની ભીડ જોવા મળતી હતી. આ બાબતે તા.પં. સભ્ય પ્રીતિબહેન ગામીત,સરપંચ આનાજીભાઈ, માજી સભ્ય યાકુબભાઈ ગામીત સહિતના આગેવાનોએ ડેપો ખાતે ઓટા સુધીની રાત્રિ રોકાણની બસ શરૂ કરવા માંગણી કરી હતી પરંતુ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આખરે આગેવાનો મંગળવારે સોનગઢ મામલતદારને રજૂઆત કરી હતી અને બે દિવસમાં યોગ્ય ન થાય તો ડેપો ખાતે ધરણાં પર બેસવા ચીમકી આપી હતી.

સાથોસાથ સમસ્યા બાબતે દિવ્ય ભાસ્કરનાં ગુરુવારના અંકમાં ફોટો સાથે અહેવાલ છપાયો હતો. આ અહેવાલ અને લોકોની રજૂઆત ધ્યાને લઇ સોનગઢ ડેપો મેનેજર દ્વારા ગુરુવારથી જ ઓટા રાત્રિ રોકાણ સાથેની મોટી બસ શરૂ કરી હતી, જેથી વિદ્યાર્થીઓની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું હતું અને ધરણાંનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

સોનગઢથી ઓટાની બસ સાંજે 5.45 કલાકે ઓટા જવા રવાના થશે અને ઓટા ગામ ખાતે રાત્રિ રોકાણ કરી બીજે દિવસે સવારે 5.45 કલાકે ઓટાથી નીકળી સોનગઢ આવશે. એ સાથે જ આ જ રૂટ પર આવેલા મલંગદેવ જવા માટે બપોરે 12.15 કલાકે બસ મુકવામાં આવી છે એ બસ બપોરે 1.45 કલાકે મલંગદેવથી સોનગઢ આવશે અને નજીક આવેલા ચીમેર ગામ માટે પણ સોનગઢથી 7.30 કલાકે બસ નીકળશે એ સવારે જ 8.30 કલાકે પરત સોનગઢ માટે આવશે.

અન્ય સમાચારો પણ છે...