મૃત્યુ:માંડળ નજીકના અકસ્માતમાં ઘવાયેલી યુવતીએ દમ તોડ્યો

સોનગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે ટેમ્પો-મોપેડ ભટકાયા હતા

સોનગઢ તાલુકાના માંડળ ગામના પાટિયા નજીક શનિવારે બપોરે એક મીની ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર બે યુવતીઓ ને ગંભીર ઇજા થઇ હતી અને એમને સારવાર માટે વ્યારા ખાતે ખસેડાયા હતા જ્યાં એક નું મોત નીપજ્યું હતું જયારે બીજીને સારવાર અર્થે સુરત  ખસેડાઇ છે.

આ સમયે એક મીની ટેમ્પો નંબર (GJ-26- T-7108) ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી મોપેડને જોરદાર ટક્કર મારતા મોપેડ સવાર બંને યુવતીઓ રોડ પર ફેંકાઈ ગઈ હતી

સોનગઢ તાલુકાના જંગલ આમલપાડા ગામના મૂળ વતની દર્શનાબહેન જલમસિંગભાઈ વસાવા (28)  સુરત ખાતે સાસરે રહેતા હતા અને સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે બપોરના સમયે એઓ એક્ટિવા મોપેડ નંબર (GJ-26-M-2274) લઈ પોતાની બહેનપણી રંજનાબહેન ગામીત સાથે ચોરવાડ અને માંડળ ગામના પાટિયા નજીકથી હાઇવે થઇ પસાર થઇ રહ્યા હતા. આ સમયે એક મીની ટેમ્પો નંબર (GJ-26- T-7108) ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી મોપેડને જોરદાર ટક્કર મારતા મોપેડ સવાર બંને યુવતીઓ રોડ પર ફેંકાઈ ગઈ હતી. આ બનાવમાં એમને શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે વ્યારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન દર્શનાબહેન જાલમસિંગ વસાવા રહે.જંગલઆમલપાડા તા.સોનગઢનું મોત નીપજ્યું હતું જયારે રંજનાબહેન સીંગયાભાઈ ગામીત રહે.શ્રાવણીયાને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...