ક્રાઇમ:ગુણસદામાં બાઇક ખરીદવા નાણાં ન આપનાર સસરાની જમાઇએ પથ્થર મારીને હત્યા કરી

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમાઇએ સસરાને બાઇક પર બેસાડવાની ના પાડતા ઝઘડો હતો

સોનગઢ તાલુકાના ગુણસદા ગામે જમાઇએ સસરાને બાઇક પર બેસાડવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં જમાઈએ આવેશમાં આવી સસરાના માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી હોવાનો બનાવ નોંધાયો હતો.આ ઝઘડો થયો હોવાની આ અંગે ઉકાઈ પોલીસે ગુનો દાખલ કરી હત્યારા જમાઈ ની અટક કરી હતી. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૂળ સોનગઢ તાલુકાના કેળાઈ ગામે રહેતાં સુનિલ ભાઈ અરવિંદભાઈ ગામીત ના લગ્ન ગુણસદા ગામે થયા હતા.

લગ્ન બાદ સુનિલ પોતાના સસરા એવાં છેલિયાભાઈ ખાલપાભાઈ ગામીત(50) સાથે જ રહેતા હતા.સુનિલ ભાઈ અને તેમના સસરા છેલિયા ભાઈ નજીક આવેલ પેપર મીલ માં નોકરી કરતા હતા.સુનિલ ભાઈ એ ગત ત્રણ માસ પહેલા નોકરીએ આવવા જવા માટે એક બાઈક ખરીદી હતી એ વેળા એ રૂપિયા ઘટતાં તેણે સસરા પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. જો કે સસરા એ રૂપિયા ઉછીના આપવા ઇન્કાર કરતાં સુનિલે અન્ય પાસે રૂપિયા લઈ બાઈક લીધી હતી.

બાઈક લાવ્યા બાદ સુનિલ ભાઈ પોતાની બાઈક પર સસરાને બેસાડતા ન હતાં જેથી એમની વચ્ચે અવાર નવાર ઝગડા થયા જ કરતાં હતાં અને છેલિયાભાઈ જમાઈ ની બાઈક સળગાવી દેવાની ધમકી આપતા હતા.રવિવારે સાંજે પણ બાઈક પર ન બેસાડવા ના મુદ્દે સસરા જમાઈ વચ્ચે ઝગડો થયો હતો.આ વખતે એકદમ ઉશ્કેરાટ માં આવી ગયેલા જમાઈ સુનિલ અરવિંદ ગામિતે નજીક પડેલ પથ્થર ઉંચકી એના વડે સસરા છેલિયાભાઈ ના માથામાં મારી દીધો હતો.આ બનાવ માં ગંભીર ઇજા પામેલા છેલિયાભાઈ ગામીત નું મોત નીપજ્યું હતું.આ અંગે ઉકાઈ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી ની અટક કરવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...