બાઈક સ્લીપ:લાકડાંના ભારથી બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત

સોનગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓટા ગામની સીમમાં બનેલી ઘટના

સોનગઢ તાલુકાના ઓટા-સિનોદ રોડ પરથી બાઈક પર વજનદાર લાકડું લઈ પસાર થતાં બે યુવકોની બાઇક સ્લીપ થઈ જતાં એકનું મોત થયું હતું.ડાંગના જામનસોડા ગામે રહેતા રમણભાઇ બાવળાભાઈ માળવી (45) પોતાની બાઈક પર ઇશ્વરભાઈ દેવજી ગામીત (રહે.સીનોદ તા.સોનગઢ)ને બેસાડી જંગલમાંથી વજનદાર સાગી લાકડું લઇ આવી રહ્યા હતા. રાત્રે 3 વાગ્યાના અરસામાં આ બાઈક ઓટા ગામની સીમમાં આવેલા ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં આવેલ એક સ્પીડ બ્રેકર પર તેમની બાઈક ઊછળતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી.

બાઈક પર મૂકેલ વજનદાર લાકડું બાઈક ચાલક રમણભાઈ માળવીના માથા પર પડતાં રમણભાઈને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલા ઇશ્વરભાઈ ગામીતને સામાન્ય ઇજા થઇ હતી. આ અંગે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...