તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:2 દિવસ પહેલા ઉકાઈ નજીક તાપીમાં કૂદી પડેલા યુવકનો મૃતદેહ મળ્યો

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં કૂદવા પહેલાં નાનાભાઇને જાણ કરી

સોનગઢના જમાદાર ફળિયામાં રહેતો એક શ્રમજીવી યુવક કોઈ અગમ્ય કારણોસર શુક્રવારે ઉકાઈ નજીક તાપીમાં ઝંપલાવી દીધું હતું. આ યુવકનો મૃતદેહ બે દિવસ પછી સિંગલખાચ ગામ પાસેથી વહેતી તાપી નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સોનગઢ જમાદાર ફળિયામાં રહેતા યતેન્દ્રભાઈ વિજયભાઈ સાળુંકે (21) ઉકાઈ રોડ પર આવેલી પેપર મિલમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન યતેન્દ્રની ઉપરી અધિકારી સાથે માથાકૂટ થતા એને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જોકે બાદમાં આ બાબતે સમાધાન થતા એને ફરીથી પેપર મિલમાં નોકરીમાં પરત લઇ લેવામાં આવ્યો હતો. આ બાબતે એણે પોતાના પરિચિતોને પેંડા વેચી પોતાના નોકરીએ પરત લઈ લીધો હોવાની ઉજવણી પણ કરી હતી. ગત શુક્રવારે યતેન્દ્રભાઈએ એમના નાનાભાઈના મિત્રના મોબાઈલ પર ફોન કરી નાનાભાઈ સાથે વાત કરવા જણાવ્યું હતું.

આ વખતે તેણે પોતાના ભાઈને જણાવ્યું કે હું હાલ તાપીના હિંદુસ્તાન પુલ પર છું અને તાપીમાં કૂદી પડવાનો છું. આ મોબાઈલ અને બાઈક પુલ પર મુકેલા છે એ લઈ જજે એમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ સંદેશો મળતા જ ભાઈ અને મિત્રો ઉકાઈ નજીક આવેલા હિંદુસ્તાન પુલ ખાતે દોડી ગયા હતા. પુલ પરથી મોબાઈલ અને બાઈક મળી હતી જ્યારે યતેન્દ્રભાઈ મળ્યો ન હતો.

આ સંદર્ભે જમાદાર ફળિયાના યુવકો અને કઠોર ગામથી આવેલા તરવૈયા સતત બે દિવસ સુધી પુલ અને તેની આસપાસના વિસ્તારમાં પાણીમાં તેની શોધખોળ કરતા રહ્યા હતા. રવિવારે હિંદુસ્તાન પુલ નજીક આવેલા સિંગલખાચ પાસેથી તાપી નદીમાંથી યતેન્દ્રભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉકાઈ પોલીસે અકસ્માત મોત સંદર્ભે કાર્યવાહી કરી મૃતદેહને પીએમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...