તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલા ખેરવાડા રેન્જ વિસ્તારમાંથી વનવિભાગે બાતમીના આધારે તપાસ કરતા જંગલ ચોરીના લાકડા વાહતુક કરતી હોડી સાથે એક ઈસમ ઝડપાઇ ગયો હતો એની પૂછપરછમાં લાકડા ચોરીનું મોટું કૌભાંડ મળી આવ્યું હતું. બનાવમાં કુલ 1,20,000 ના 116 નંગ લાકડા અને એક હોડી કબ્જે લેવામાં આવી હતી.
વ્યારા વનવિભાગ ના ડીસીએફ આનંદ કુમારના માર્ગદર્શન હેઠળ ખેરવાડા રેન્જ ના મહિલા આરએફઓ અશ્વિનાબહેન પટેલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ સમયે એમને બાતમી મળી હતી કે રેન્જ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીના પાણીમાં હોડી મારફત કેટલાક જંગલ ચોર ઈસમો લાકડા વાહતુંક કરવાના છે. બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવતા વહેલી સવારે 4.30 કલાકના અરસામાં તાપીમાં એક હોડી નજરે પડી હતી.
વન વિભાગના સ્ટાફે હોડીનો ઘેરો કરતા બે ઈસમો પાણીમાં કૂદી નાસી ગયા હતા, જ્યારે હોડી અને એનો માલિક ઝડપાઇ ગયો હતો. હોડીમાંથી એક-બે સાગી સાઈઝ મળી આવી હતી. ઝડપાયેલા હોડી માલિકની પૂછપરછમાં આ લાકડા સિંગલવાણ ગામેથી લાવી હોડી મારફત સામે પાર ઘાસિયામેઢા ગામે એક ઈસમના ઘરે પહોંચાડવાના હોવાનું કબુલ્યું હતું. વનવિભાગના સ્ટાફે ઘાસિયામેઢા ગામે તપાસ કરતા જંગલચોર ઇસમના કાચા ઘરમાંથી 100 જેટલી સાગી સાઈઝ કબ્જે લીધી હતી. એ પછી નજીક આવેલ શેરડીના ખેતરમાં તપાસ કરતા શેરડી વચ્ચે સંતાડવામાં આવેલા વધુ 16 સાગી સાઈઝ કબ્જે લીધી હતી.
આમ આ બનાવમાં રૂપિયા 1,20,000 ની કિંમતના સાગી સાઈઝ નંગ-116 કબ્જે લેવામાં આવ્યા હતા અને સાથોસાથ 25,000ની કિંમતની હોડી પણ સીઝ કરવામાં આવી હતી. એક ઈસમને ઝડપી લીધો હતો. આ જંગલચોરી લાકડાના પ્રકરણમાં અન્ય ઈસમોની પણ સંડોવણી હોવાનું ખૂલતાં વનવિભાગેએ દિશામાં તપાસ શરૂ કરી હતી.
સોનગઢ તાલુકાના ખેરવાડા અને તાપી રેન્જનો વિસ્તાર તાપી નદીના કિનારે આવેલ છે. આ વિસ્તારમાં જંગલો પણ સારા એવા પ્રમાણમાં છે અને જંગલચોરો પણ સક્રિય છે. આ પહેલા ટેમ્પો, જીપ જેવા વાહનોમાં લાકડાની હેરાફેરી થતી હતી. જો કે, હવે જંગલચોરો હોડીનો ઉપયોગ કરી લાકડાની ચોરી કરી રહ્યા હોવાનું બહાર પર આવ્યું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.