ભાજપની કારોબારી બેઠક:તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળી, સંગઠનાત્મક કાર્યો પર ભાર મુકાયો

સોનગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા ભાજપનાં જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા અને પાર્ટી પ્રમુખ ડૉ.જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં તા. 24 મી નવેમ્બરના રોજ સોનગઢ સ્થિત અગ્રવાલ ભવનમાં તાપી જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આવનારું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે કાર્યકરોએ સંગઠનની જવાબદારી સુપેરે નિભાવી પડશે.

તેમણે આગળ ઉમેર્યું કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે ગુજરાત વિધાનસભાની 182માંથી 182 બેઠકો પર ભાજપનું કમળ ખીલે તેવો સંકલ્પ લીધો છે, ત્યારે તાપી જિલ્લાની પણ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બને તેની જવાબદારી જિલ્લા ભાજપની હોય તે લક્ષ્ય પાર પાડવા માટે કાર્યકરો અને હોદ્દેદારોને પેજ કમિટી અને શક્તિકેન્દ્ર ની ભૂમિકા મહત્વની બની રહેશે માટે સંગઠનાત્મક કાર્યો પર ભાર મૂકવા આહ્વાન કર્યું હતું.

પ્રદેશ કારોબારીમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા અશોકભાઈએ જણાવેલ કે કોંગ્રેસીઓ આપણા સમાજોને તોડી રહ્યા છે ત્યારે તેમનાથી સાવચેત રહેવાની જરૂર છે અને સમાજની વચ્ચે આપણી વિચારસરણી, કેટલાક કામો તેમજ પક્ષના નેતાઓએ આપેલા બલિદાનની વાતો મૂકવાની ખાસ જરૂર છે.

જિલ્લા ભાજપ આઈ ટી ટીમે રાજ્ય સરકારના કાર્યો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા, જિલ્લા સંગઠન મહામંત્રી મયંકભાઈ જોશી,મહામંત્રી પંકજભાઈ ચૌધરી,રાજ્યના પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાંતભાઈ સોની અને ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા સહિત ના અન્ય હોદ્દેદારો, મંડળના હોદેદારો, મોરચા, મીડીયા અને આઈ.ટી સેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...