તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સુરત-બાલદા-પિશાવર રૂટની બસમાં પાસ હોવા છતાં વિદ્યાર્થીઓને બેસવા દેવાતાં નથી

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસના ચાલકને તાકીદે બદલવાની માંગ સાથે ડેપો મેનેજરને રજૂઆત

સુરત-પિશાવર રૂટ પર દોડતી એસટી બસના ચાલક સામે સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેની બદલીની માંગણી કરી હતી.સુરત-બાલદા-પીશાવર રૂટ પર દોડતી એસટી બસના એક ચાલક આ રૂટ પર સોમવાર-બુધવાર અને શુક્રવારે આવતા હોય છે.

આ બસના ચાલક દ્વારા શાળા કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ એબીવીપીના નિઝરના કાર્યકર્તા નીતિનભાઈ મહાલે અને તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. આ બસ લોકલ હોવા છતાં પાસ ધારક વિદ્યાર્થીઓને પણ બસમાં બેસવા દેવાતા નથી. આ બસચાલકની એસટી નિગમમાં ઘણી અને ઉપર સુધી વગ હોવાનું કહેવાય છે ત્યારે ચાલકની પિશાવર રૂટ પરથી તાકીદે બદલી કરવામાં આવે તેવી માંગણી સોનગઢ ડેપોનાં મેનેજરને રૂબરૂ મળીને કરી હતી અને તેની નકલ વિભાગીય કચેરી સુરત ખાતે મોકલવામાં આવી હતી.

શાળા કોલેજો શરૂ થતાં વાંકલ-રાજપરા એસટી રૂટ શરૂ કરવા વિદ્યાર્થીઓની માગ
શાળા-કોલેજો શરૂ થઇ જતા માંડવી ડેપો સંચાલિત વાંકલ રાજપરા એસટી રુટ શરૂ કરવાની વિદ્યાર્થીઓએ પ્રબળ માંગ કરી છે. હાલમાં શાળા કોલેજ તેમજ આઈ ટી આઈ શરૂ થતાં ખાસ વિદ્યાર્થી વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.

માંડવી ડેપો સંચાલિત માંડવી ભડકુવા એસટી રુટ બંધ હતો હાલમાં ચાર દિવસથી રૂટ પુનઃ શરૂ કરવામાં આવેલ છે સદરહુ વાંકલ રાજપરા બસની બંને ટ્રીપો ભડકુવા ટ્રીપો કર્યા બાદ કર્યા બાદ મોકલવામાં આવે છે ઉભારીયા પંથકના વડ જામણીયા રાજપરા ઇસનપુરના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે. હાલ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...