તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાઘડધુવા નજીક બાઈક સ્લીપ થતાં વિદ્યાર્થીનું મોત, અન્ય યુવકને ઇજા

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાતકાશીથી બાઈક લઇ વાળ કપાવવા આવેલા યુવકોને અકસ્માત

સોનગઢ તાલુકાના બોરદા રોડ પર આવેલા પાઘડધુવા ગામની સીમમાં સર્જાયેલા અકસ્માતના એક બનાવમાં બાઈક સ્લીપ થઇ જતા બે યુવકો રોડ પર પટકાયા હતા. આ બંનેને માથામાં ગંભીર ઇજા સાથે સુરત સિવિલ ખાતે ખસેડાયા હતા, જ્યાં આ પૈકીના એક 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

સાતકાશી ગામે રહેતા કિશનભાઇ વસાવાનો દીકરો પ્રફુલ્લ કિશનભાઇ વસાવા(17) ધોરણ દશમાં અભ્યાસ કરતો હતો અને હાલમાં પરીક્ષામાં નાપાસ થયેલ હોય ઘરે જ હતો. પ્રફુલ્લ અને એનો મિત્ર આયુષ દિનેશભાઇ વસાવા ગત પાંચમી જાન્યુઆરીએ પોતાના એક સગાની બાઈક લઈ નજીક આવેલા પાઘડધુવા ગામે વાળ કપાવવા માટે જવા નીકળ્યા હતા.

આ બાઈક પાઘડધુવા ગામની સીમમાં થઇ પસાર થઇ રહી હતી ત્યારે ચાલક પ્રફુલ્લ વસાવાએ પોતાનું બાઈક ગફલતભરી રીતે હંકારતા બાઈક રોડ સાઈડ પર સ્લીપ થઇ ગઈ હતી. આ બનાવમાં પ્રફુલ્લ અને આયુષને માથામાં અને શરીરના અન્યો ભાગોએ ગંભીર ઇજા થતા એમને પ્રથમ સારવાર માટે સોનગઢ-વ્યારા અને બાદમાં સુરત ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રફુલ્લ કિશન વસાવા(17) નું ગત 15મીએ મોત નીપજ્યું હતું. આ અંગે ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી સોનગઢ પોલીસ મથકે મોકલતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો