તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘કોરોના કાળમાં જનતા પાયમાલ છે ત્યારે માસ્કના નામે થઇ રહેલું ઉઘરાણું બંધ કરો’

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લા બીટીએસ દ્વારા સોનગઢ મામલતદારને લેખિત રજૂઆત

સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા માસ્ક ના નામે અને અન્ય કારણોસર ગરીબ અને સામાન્ય લોકો પાસેથી ભારેખમ દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે ત્યારે તાપી જિલ્લા બીટીએસ દ્વારા આવો ખોટી રીતે દંડ ઉઘરાવવાનું બંધ કરવા માટે સોનગઢ મામલતદાર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સોનગઢ મામલતદાર ને આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં હાલ ચાલતી કોરોના મહામારીને કારણે આમ આદમી સહિત તમામ લોકો સારવાર મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે.

દેશમાં જીવન રક્ષક દવા,ઓક્સિજન બેડ અને વૅન્ટિલેટર જેવી સુવિધા લોકોને પૂરતા પ્રમાણમાં મળતી ન હોય જેના કારણે અસંખ્ય લોકો પોતાનો જાન ગુમાવી રહ્યા છે.આવા સમયમાં સામાન્ય અને મધ્યમવર્ગ ના લોકો ને રાહત પહોંચાડવાના બદલે પોલીસતંત્ર દ્વારા માસ્ક કે અન્ય કારણોસર ભારેખમ દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે.સોનગઢના ઉકાઈ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા નિર્દોષ લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે એ દંડનીય કાર્યવાહી બંધ કરવા માટે બીટીએસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

એ સાથે જ ઉકાઈ-સોનગઢ વિસ્તારમાં સામાન્ય દુકાનદારો સામે પણ જાહેરનામા ભંગ બાબત ના આડેધડ કેસ પણ નોંધવામાં આવી રહ્યા છે ત્યારે કોરોના સામેની લડાઈ નો ખર્ચ અને દંડ લોકો પાસેથી ઉઘરાવવામાં આવતો હોવાનું ચિત્ર ઊભું થયું છે.તાપી જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહીં શિક્ષણનો અને જાણકારી નો અભાવ હોય ત્યારે પોલીસતંત્રને આપવામાં આવતા કેસ કરવા બાબતના ટાર્ગેટમાં ઘટાડો કરવામાં આવે એ પણ હાલના તબક્કે અત્યંત જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...