સુવિધા:મિનિટમાં 500 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ શરૂ

સોનગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ કરતા પ્રભારી મંત્રી યોગેશ પટેલ - Divya Bhaskar
ઉચ્છલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ કરતા પ્રભારી મંત્રી યોગેશ પટેલ
  • કોરોના સામેની લડત મજબૂત કરવા ઉચ્છલમાં બનાવાયેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે શુક્રવારે રાજ્યના નર્મદા, શહેરી ગૃહ નિર્માણ તેમજ તાપી જિલ્લા પ્રભારી મંત્રી યોગેશ પટેલના હસ્તે મેડિકલ ઓક્સિજન (PSA) પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલ માસ સમગ્ર રાજ્ય અને દેશ માટે ખરાબ સમય હતો.

આ સમય દરમિયાન રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગની ટીમોએ સજાગ બની ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે.હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પહોંચી વળવા સરકાર કટીબધ્ધ છે.સુરત રેન્જના અધિક પોલીસ મહાાનિર્દેશક ડો.રાજકુમાર એસ.પાંડિયને જણાવ્યું હતું કે પોલીસે ફરજ તરીકે નહીં પણ સેવાના અભિગમથી કામગીરી કરી છે.કોરોના મહામારીમાં ગરીબ વિસ્તારમાં 50 હજાર થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.

કલેકટર આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે આપણે ત્યાં બીજી લહેરમાં કેસો નું પ્રમાણ વધ્યું હતું પરંતુ હોસ્પિટલોમાં બેડ ની સંખ્યા વધારી,રેમડેસીવીર ઇન્જેકશનો ,દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં હતો જેથી બીજા જિલ્લાઓની સરખામણીમાં ખાસ અસર થઇ નથી.જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે જ્યારે પોલીસ વિભાગ દ્વારા કોરોના સંક્રમણ ફેલાય જ નહીં તે માટે ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ કાયદાનું પાલન કરાવવાની વિશેષ જવાબદારી પોલીસ વિભાગ દ્વારા અદા કરવામાં આવી છે.

અનુપમ રસાયણ ઈન્ડિયા લી.સુરત તરફથી અનુદાનીત સૌપ્રથમ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના ઉચ્છલ ખાતે કરવામાં આવી છે. જેની કેપેસીટી 500 લીટર પર મીનીટની છે. જે ઓક્સિજન દર્દીઓના ઉપયોગ માટે હવે સહેલાઈથી મળી રહેશે.આ પ્રસંગે રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...