તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકલ ટેલેન્ટ:ફિફા વર્લ્ડકપ માટે ભારતની અંડર -17ની ટીમના કોચિંગ કેમ્પમાં સોનગઢની શુભાંગી પસંદગી પામી

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સોનગઢની વિદ્યાર્થિનીની પસંદગી ભારતીય ફૂટબોલ ટીમના કોચિંગ કેમ્પ માટે થઈ હતી. જે બદલ સોનગઢમાં ખુશીનો માહોલ છવાયો હતો. - Divya Bhaskar
સોનગઢની વિદ્યાર્થિનીની પસંદગી ભારતીય ફૂટબોલ ટીમના કોચિંગ કેમ્પ માટે થઈ હતી. જે બદલ સોનગઢમાં ખુશીનો માહોલ છવાયો હતો.
 • ફૂટબોલમાં પારંગત ધો.12ની વિદ્યાર્થિની રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી ચુકી છે

સોનગઢ ના ગુણસદા ગામે આવેલ એક શાળાની વિદ્યાર્થિનીની ફિફા વર્લ્ડકપ અંડર-17 ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પ માટે પસંદગી થતા સોનગઢ પંથકનું ગૌરવ વધ્યું છે. સોનગઢના ગુણસદા ખાતે કાર્યરત સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ભણતી કુમારી શુભાંગી સીંગ નામની વિદ્યાર્થિનીની ફૂટબોલની રમતમાં ક્ષમતા નિહાળી એની પસંદગી 2022 માં યોજાનારા ફિફા વર્લ્ડ કપની અંડર-17 ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પમાં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

શાળાના કોચ ડો.વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શુભાંગી સીંગ આ પહેલા સુબ્રોતો કપ, રિલાયન્સ કપ,રાજસ્થાન મહિલા કપ,ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાથી રાષ્ટીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુકી છે. શુભાંગીની પસંદગી ફૂટબોલ એક્સપર્ટ એલેક્સ એમ્બ્રોસ અને ગુજરાતના કોચ તરુણ રોય દ્વારા કરવામાં આવી હતી.

આ સાથે જ શાળાના જ અને ગત વર્ષે જ ધોરણ 12માં અભ્યાસ કરી ગયેલા માસ્ટર દીપ ટેલર કે જે પણ ઉત્તમ ફૂટબોલ ખેલાડી છે એની પસંદગી ભારતીય વાયુસેનામાં થઇ હતી.શાળાના આચાર્ય આરાધના વર્મા અને કોચ વિજયભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા એ બંને ને સફળતાની શુભકામનાઓ આપવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો