તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરીની સમિક્ષા:સોનગઢ તથા ઉચ્છલ ટાસ્ક ફોર્સ ફોર કોવિડ-19 વૅક્સિનેશન કમિટિની બેઠક

સોનગઢ16 દિવસ પહેલા
 • કૉપી લિંક

હાલ રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા સંક્રમણ બાબતે તાપી જિલ્લામાં નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઇ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવાન બને તથા મહામુલી વેક્સિનનો દરેક વ્યક્તિ લાભ લે તેવા હેતુથી સોનગઢ તથા ઉચ્છલ તાલુકા ટાસ્ક ફોર્સની મિટિંગનું આયોજન તથા આજ દિન સુધી થયેલ કામગીરીની સમિક્ષા કરવા અંગેની બેઠક યોજી હતી.

કોરોના રસીકરણ અભિયાન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ સાથે ધનવંતરી રથો મારફતે દૈનિક સર્વે કરવામાં આવી રહ્યા છે. તેઓ નાગરિકોનું સ્કેનિંગ કરી, કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું રીપોર્ટીંગ કરે છે. સોનગઢ તાલુકામાં ધનવંતરી રથ મારફતે રમણીય પાર્ક ખાતે 125 તથા જી.ઇ.બી કોલોની ઉકાઈ ખાતે 124 જેટલા નાગરિકોનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. એ સાથે આગોતરા આયોજનના ભાગરૂપે સોનગઢ તથા ઉચ્છલ તાલુકામાં વધુમાં વધુ નાગરિકો રસીકરણમાં ભાગ લે તે માટે વિવિધ સ્થળોએ આગામી દિવસોમાં કાઉન્સેલીંગ કરવામાં આવશે.

જેમાં જે.કે પેપર મીલ, ઉકાઈ પી.એચ.સી., ગ્રામ પંચાયતોમાં, દૂધ મંડળીઓમાં, જાહેર સ્થળો ઉપર જઈ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, દૂધ મંડળીના ચેરમેન હેલ્થ ઓફિસર જેવા અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સ્વયં મુલાકાત લઈ લોકોને સમજાવવામાં આવશે. આ ઉપરાંત ધનવંતરી તથા આરોગ્ય વિભાગની ટીમની કામગીરી દરમિયાન કોઇ હેરાનગતિ ન થાય તે માટે પોલીસ ટીમ પણ તેમની સાથે રહેશે. આ બેઠક સ્થાનિક મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, પંચાયતના સભ્યો, સરપંચો તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો