તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ ખાતે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્વયં સંચાલિત બનાવવા તથા નગરપાલિકા પર પડતું વીજભારણ ઘટાડવા 62 કિલો વોટના અંદાજિત રૂપિયા 27.74 લાખના સોલાર પ્રોજેક્ટના કામોનું મંગળવારે ગાંધીનગરથી મુખ્યમમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યુ હતુ.
ગાંધીનગર ખાતેથી સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં હકારાત્મક પ્રયાસો કરી નવીન આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે. રાજયમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ 2015 માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે સરકાર નવી સોલર પાવર પોલીસી અમલમાં મૂકવા જઈ રહી છે.
આ નવી પોલિસીથી ઘર વપરાશના ગ્રાહકો, ખેડૂતો, નાના મોટા ઉદ્યોગકારો ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત જે કોઇ વ્યક્તિને વીજ ઉત્પાદન કરવું હશે તે કરી શકશે અને પોતાના વપરાશ બાદની વીજળી તે વેચી પણ શકશે. આ પ્રસંગે સોનગઢ સ્થિત સીનીયર સીટીઝન હોલ ખાતે આયોજિત સમારોહમાં નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ તથા ઉપપ્રમુખ ભાવનાબેન ગામીતે તકતીનું અનાવરણ કર્યુ હતુ. કાર્યક્રમમાં કારોબારી અધ્યક્ષ નીખીલ શેઠ, પાણી પુરવઠા સમિતીના ચેરમેન કૌશિક કેદાર,ચીફ ઓફિસર પૂર્વી પટેલ, વીજળી શાખાના અધ્યક્ષ વિનોદ ચંદ્રાત્રે સહિત પદાધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.