તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:લક્કડકોટ રોડ પર પીધેલાને પકડવા પોલીસ એલર્ટ મોડ પર, પોલીસે હાથ ધરેલા ચેકિંગમાં છ ઝડપાયા

સોનગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોનગઢ નજીક આવેલ મહારાષ્ટ્રના લકકડકોટ ખાતે દારૂ પીધા પછી ગામમાં પ્રવેશતા છ જેટલા પીધેલાઓ સામે સોનગઢ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સોનગઢની સરહદ નજીક મહારાષ્ટ્રનું લકકડકોટ ગામ દારૂના શોખીનો માટે અજાણ્યું નથી. અહીં સુરત અને તાપી જિલ્લાના ગામોંથી દારૂના બંધાણીઓની અવરજવર રહે છે. હાલમાં 31 ફર્સ્ટનો દિવસ નજીક આવતો જાય છે તેમ પોલીસ વિભાગ પણ લકકડકોટથી દારૂ પીધા બાદ પરત આવતા લોકો સામે પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા એકાદ સપ્તાહથી દરરોજ અંદાજીત છ થી સાત લોકો સામે દારૂબંધીના ભંગ બદલ ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે. મોટે ભાગના કેસમાં મોટર વેહિકલ એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગરમાં લકકડકોટ રોડ પર આવેલ મંદિર પાસે અને પરોઠા હાઉસ પાસે પોલીસે ડેરા નાંખી દીધા છે ત્યારે લકકડકોટ તરફ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો