તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોટા બંધારપાડા ગામ નજીક બે બાઈક અથડાતાં ભાઈ-બહેનને ઇજા

સોનગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોઘવાણના બાઇકચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામ નજીક સર્જાયેલા અકસ્માતના બનાવમાં બે બાઈક સામસામે અથડાતાં બાઈક સવાર ભાઈ-બહેન અને અન્ય બાઇકચાલકને સામાન્ય ઇજા થઇ હતી. આ સંદર્ભે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોટા બંધારપાડા ગામે રહેતા રાકેશ અશ્વિનભાઈ ગામીત ગુણસદા ગામે આવેલી પેપર મિલમાં સેફટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા આવ્યા છે અને એમણે પોતાના વપરાશ માટે બાઈક નંબર (GJ-26-K-5377) વસાવેલ છે.

ગત 11મી ફેબ્રુઆરીએ સાંજના સમયે રાકેશભાઈ પોતાની મામાની દીકરી સાથે બાઈક લઇ ઘોડચીત રોડ પર આવેલા ખેતરે પરિવારજનોને ટિફિન આપવા માટે ગયા હતા અને ત્યાંથી એઓ રાત્રિના સમયે પરત ઘરે આવવા નીકળ્યા હતા. એઓ બંધારપાડા ગામની સીમમાં થઇ પસાર થતા હતા ત્યારે સામેથી આવતી એક બાઈક નંબર (GJ-26-AA-3199)ના ચાલક નીરવ કાશીરામ ગામીત રહે.મોઘવાણ તા.સોનગઢે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી રાકેશભાઈની બાઈક સાથે પોતાની બાઈક અથડાવી મારી હતી. આ અકસ્માતના બનાવમાં રાકેશભાઈ અશ્વિનભાઈ ગામીતને જમણા હાથ અને પગમાં જયારે નીતાબહેન ગામીતને ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા થતાં સારવાર માટે વ્યારા ખસેડાયા હતા, જ્યારે નીરવ ગામીતને સામાન્ય ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો