અવરજવરમાં મુશ્કેલી:સોનગઢ દેવજીપુરામાં મુખ્ય રોડ નજીક ઝાડી ઝાંખરા

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનગઢના દેવજીપૂરા વિસ્તારમાં રસ્તા નજીક ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા. - Divya Bhaskar
સોનગઢના દેવજીપૂરા વિસ્તારમાં રસ્તા નજીક ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા.
  • ઝાડીને કારણે પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન

સોનગઢના દેવજીપુરા વિસ્તારમાં આવેલા અને ઉકાઈ રોડને જોડતો મુખ્ય રસ્તાની બિલકુલ નજીક ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હોય આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઇ ઉઠયા છે. આ બાબતે સોનગઢ પાલિકા તાકીદે અહીં સફાઈ કરાવે એ જરૂરી છે. સોનગઢના દેવજીપુરા ચાર રસ્તાથી એક મુખ્ય રોડ ઉકાઈ સ્ટેટ હાઇવેને જોડે છે.આ રોડ થઇ ઉકાઈ તરફ અને સીપીએમ મિલમાં નોકરી કરવા અર્થે જતા સેંકડો લોકો પસાર થતા હોય છે.

આ જ રસ્તા પર ત્રણ જેટલી પ્રાથમિક શાળામાં પણ આવેલી હોય ભૂલકાંઓ ની પણ અવરજવર રહેતી હોય છે અને નજીક એપીએમસી પણ આવેલી છે તેથી તાલુકા માંથી ખેડૂતો પણ આ તરફ નિયમિત આવતા હોય છે.આ રસ્તા પર માર્કેટ ના ગેટની બાજુમાં આવેલા એક બંધ મકાનના કમ્પાઉન્ડની બહારની તરફ હાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઉગી નીકળી છે અને એ રસ્તાની તરફ ઢળી ગઈ હોવાથી રસ્તો અવરોધાય રહ્યો છે.આ રસ્તા પર અન્ય પણ કેટલીક જગ્યાએ આજ રીત ની સ્થિતિ જોવા મળી રહી છે.

આ વિસ્તારમાં પહેલી થી જ રસ્તા નિયમ ના પ્રમાણમાં સાંકડા છે અને વળી હવે આ રીતે ઝાડી-ઝાંખરા ઉગી જવાના કારણે વાહનચાલકો ની મુશ્કેલીમાં વધારો થયો છે. આજસ્થાન પર રસ્તાની મધ્યમાં મુકવામાં આવેલ વીજ થાંભલા પૈકીના બે થાંભલા પરની ચાર લાઈટ છેલ્લા એકાદ માસથી બંધ હોવાના કારણે રાત્રીના સમયે અહીં અંધકાર પણ જોવા મળે છે. સોનગઢ પાલિકા આ રસ્તાને આગામી સમયમાં વિકસિત કરવાની જાહેરાત કરી છે ત્યારે હાલમાં વાહનચાલકો અને રાહદારીઓને ઝાડી-ઝાંખરાની સમસ્યામાંથી છુટકારો અપાવે એવી માંગણી ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...