તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભીમપુરામાં શોર્ટસર્કિટને કારણે દુકાન બળીને ખાક

સોનગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભીમપુરા ગામે વહેલી સવારે ટેલરિંગની દુકાનમાં આગ ફાટી નીકળી. - Divya Bhaskar
ભીમપુરા ગામે વહેલી સવારે ટેલરિંગની દુકાનમાં આગ ફાટી નીકળી.

સોનગઢ ઉકાઈ રોડ પર આવેલ ભીમપુરા ગામ પાસેની એક ટેલરિંગની દુકાનમાં આગ લાગતાં દુકાનમાં રાખેલ તમામ ચીજવસ્તુઓ બળી ને રાખ થઈ ગઈ હતી. ઉકાઈ રોડ પર આવેલા ભીમપુરા ત્રણ રસ્તા પાસે મનીષભાઈ બોનદલિયાભાઈ ગામીત નામનો આદિવાસી યુવક ટેલરિંગ કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા આવ્યા છે.મનીષ ભાઈ રોજિંદા ક્રમ પ્રમાણે શનિવારે રાત્રીના સમયે પોતાની ટેલરિંગ દુકાન બંધ કરી ગયા હતા.પાછળથી રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં તેમની દુકાનમાં ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હતી.

આ આગ અંગે જાણ થતાં આસપાસના અને ફળિયાના લોકો દોડી આવ્યા હતા અને એમણે પાણીની વ્યવસ્થા કરી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.સદનસીબે આગ ની ઘટના અંગે સમયસર જાણ થઈ જતાં આગ વધુ પ્રસરે એ પહેલાં જ તેની પર કાબુ મેળવી લેવાયો હતો.આ બનાવમાં ગ્રાહકોના સિવેલા કપડાં અને કાપડ,દુકાનમાં રાખેલ સિવવાના મશીન અને ઇલેક્ટ્રિક અસ્ત્રી,ટેબલ સહિત નું ફર્નિચર બળી જતાં માલિકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...