તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી માટે પોકાર:ચિમેરમાં ભરતડકે હેન્ડપંપના સહારે તરસ્યા લોકોની કતાર

સોનગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના છેવાડે આવેલ ચિમેર ગામની અંદાજે ત્રણ હજાર કરતા વધુની વસતી માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોઇ લોકો પાણી વિના વલખાં મારી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ચિમેર અને અન્ય દસ જેટલાં ગામોમાં વસવાટ કરતા લોકો માટે દર ઉનાળાના સમયમાં પાણીના ટેન્કર દોડાવવામાં આવતા હોય છે, જો કે, કોરોના કાળ માં એ વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી હોઇ લોકો પાણી વિના ટળવળી રહ્યા છે.હાલમાં ગામમાં જે હેન્ડપંપ માંથી થોડું ઘણું પાણી મળી રહ્યું છે.

ત્યાં રાત્રીના સમયથી જ પાણી મેળવવા લાઈન લાગે છે.ગામમાં ઘણા વર્ષોથી ઉનાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે જેનો કાયમી ઉકેલ હજી સુધી આવ્યો નથી.ગામમાં પાણી પુરવઠા બોર્ડ અને અન્ય એજન્સી દ્વારા અંદાજિત 80 કરતા વધુ હેન્ડપંપ અને એક પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે.જો કે ગામમાં મુકેલ હેન્ડપંપ પૈકીના મોટાભાગના એટલે કે 90 % જેટલા હેન્ડપંપ બંધ જ પડ્યા છે.

ટેન્કર માટે પંચાયતની રજૂઆત પણ કોઇ નિર્ણય લેવાયો નથી
ગામમાં સાત પૈકીના ચાર ફળિયામાં પીવાના પાણીની મુશ્કેલી છે અને બાકીના ફળિયામાં પાણીની તંગી પડવાની સંભાવના છે. આ સંદર્ભે અમે જિલ્લાકક્ષાએ ટેન્કર વડે પીવાનું પાણી પૂરું પાડવા રજૂઆત કરી જ છે પરંતુ હજી સુધી નિર્ણય લેવાયો નથી. - લાલજી ગામીત, સરપંચ,ચિમેર

ગામ લોકોને પાણી મળતું નથી ત્યારે ગાય-ભેંસ જેવા પાલતુ પશુઓની સ્થિતિ વધુ વિકટ બની
ચિમેર ગામના લોકો પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને ગામમાં હાલ અંદાજિત 700 કરતાં વધુ ગાય-ભેંસ જેવા પાલતું પશુઓની સંખ્યા નોંધાયેલી છે.હાલમાં ચિમેર ગામે લોકો ને પીવાનું પાણી મુશ્કેલી થી મળી રહ્યું છે ત્યારે ગાય-ભેંસ જેવા પાલતુ પશુઓ માટે પાણી શોધવું પશુપાલકો માટે ઘણું વિકટ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...