ફરિયાદ:વાડ તોડવાની ના કહેતા પાડોશીએ લાકડું ફટકારીને વદ્ધાનું માથું ફોડ્યું

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘવાયેલા ઉકાઇના વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ઉકાઈ ખાતે આવેલા ભુરિવેલ કોલોનીમાં વાડ તોડવાના મુદ્દે પડોશીઓ બાખડતા એક ઈસમે વૃદ્ધા ને લાકડા વડે માથામાં સપાટો મારી દેતાં મામલો પોલીસ માં પહોંચ્યો હતો. ઉકાઈની ભુરિવેલ કોલોનીમાં રહેતાં કમતુંબહેન પાનસિંગ ભુરિયા ઉકાઈ થર્મલમાં નોકરી કરતાં હતાં, ગત ત્રણ માસ પહેલાં જ રિટાયર્ડ થઇ પોતાના પૌત્ર સાથે રહેતા આવ્યાં છે. બુધવારે બપોરે તેઓ પોતાના ઘરે હતાં ત્યારે પડોશમાં રહેતા ધારા ભાઈ નાથાભાઇ ભરવાડ અને તેમની દીકરી ટીનું બહેન ધારાભાઈ ભરવાડ ઘરની નજીક આવેલી તેમની વાડ તોડતા નજરે પડ્યા હતાં.

આથી કમતું બહેન ત્યાં દોડી ગયા હતાં અને કહ્યું હતું કે તમે વાડ કેમ તોડો છો એમ કહી તેમને રોકયા હતા.જે થી ધારાભાઈ ગુસ્સે થઈ ગયા હતાં અને જોર જોર માં ગંદી ગાળો બોલવા માંડ્યા હતાં અને ફરિયાદી બહેન ને ઢીક મુક્કી નો માર માર્યો હતો.

આ દરમિયાન ઉશ્કેરાટ માં આવી ગયેલા ધારાભાઈ એ નજીક પડેલાં એક લાકડાં નો ટુકડો ઉંચકી તેના વડે કમતું બહેન ને માથામાં એક સપાટો મારી દીધો હતો જેથી તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા અને બાદમાં આરોપી ત્યાંથી ધમકી આપી નાસી ગયા હતા.આ બનાવ બાદ માથામાં ઇજા સાથે કમતું બહેન ને સારવાર અર્થે 108 વાન ની મદદ થી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવ સંદર્ભે ઉકાઈ પોલીસ મથકે ધારા નાથા ભરવાડ અને ટીનું ધારા ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...