ચૂંટણી:સોનગઢમાં મોડે સુધી ગણતરી 13 પંચાયતના સરપંચ જાહેર

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢમાં સરપંચની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો. - Divya Bhaskar
સોનગઢમાં સરપંચની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો.
  • ગોપાલપુરાના સરપંચ તરીકે હેમાબેન વસાવા ચૂટાયા

સોનગઢ તાલુકામાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે શરૂ થઈ હતી. જો કે આ ચૂંટણી બેલેટ પેપરોથી થઈ હોવાથી મોડે સુધી મતગણતરી સંપન્ન થઈ ન હતી.સોનગઢ તાલુકાની 73 પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી થઈ હતી. મોડી સાંજ સુધી માત્ર 13 પંચાયતના સરપંચના પરિણામ બહાર પાડવામાં આવ્યા હતા. કાકડકુવા પ્ર ઉમરદાના સરપંચ તરીકે જીણીબહેન ગામીત ચૂંટાયા હતા

એ જ પ્રમાણે કુમકુવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પદે નઝીનાબહેન ગામીત, ગુનખડી ગ્રામ પંચાયતના સરપંચ પદ પર કૈલાસબહેન ગામીત, ટોકરવાના સરપંચ પદે સવિતાબહેન ગામીત, નિશાણાના સરપંચ તરીકે મીરાંબહેન ગામીત અને ખડકા ચીખલીના સરપંચ પદ પર રિનાબહેન ગામીત ચૂંટાયા હતા.

ગોપાલપુરાના સરપંચ પદ પર હેમાબહેન વસાવા, કનાળામાં અરુણભાઈ ગામીત, વાઝરડામાં સુરેશભાઈ ગામીત, ચીખલી ભેંસરોટમાં રુચિતાબહેન ગામીત, ચાકળિયામાં રસિતભાઈ ગામીત, ઘોડા પંચાયતમાં જેસનીબહેન ગામીત તથા આમલીપાડા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર વીનેશભાઈ ગામીત ચૂંટાયા હતા. સોનગઢ કોલેજ ખાતે ચાલતી મતગણતરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.

ગુનખડી ગામના મહિલા સરપંચ સતત ચોથી વખત ચૂંટાયા
સોનગઢ તાલુકાના ગુનખડી ગામના મહિલા સરપંચ કૈલાસબહેન ગામીત તેમની કામ કરવાની પદ્ધતિને કારણે સતત ચોથી વખત મતદાતાઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ બીજેપીના મહિલા આગેવાન તરીકે પ્રદેશમાં પણ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

ગોપાલપુરા ગામે 20 વર્ષ પછી સરપંચ બદલાયાં
સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામના સરપંચ પદ પર છેલ્લા વીસ વર્ષથી ચૂંટાતા આવતા સભ્યને આ વખતે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં મહિલા ઉમેદવાર હેમાબહેન વિનુભાઈ વસાવા ચૂંટાઈ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...