તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સોનગઢના એક ગામમાંથી સગીરાને ભગાડી જનાર ભડભૂંજાથી ઝડપાયો

સોનગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહરણ, પોસ્કો એક્ટ નોંધાયેલા ગુનોનો આરોપી પાંચ માસથી વોન્ટેડ હતો

સોનગઢ તાલુકાના એક ગામમાંથી 15 વર્ષીય સગીરાને એક યુવક ભગાડી ગયો હતો. સોનગઢ પોલીસ મથકે અપહરણ અને પોસ્કો એક્ટ સાથેનો ગુનો ગત જાન્યુઆરીમાં ગુનો નોંધાયો હતો. વોન્ટેડ આરોપીને ભડભૂંજા ગામેથી ઝડપી લઈ સોનગઢ પોલીસ મથકે સોંપી દીધો હતો.મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના એક ગામમાં રહેતા એવાં ફરિયાદી પિતા ખેતી અને મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. એમની 15 વર્ષ અને 7 માસની ઉંમર ધરાવતી દીકરીને હિતેશ માવચી રહે. જામણઝર તા.નવાપુર સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.

આ સંબંધોથી પરિવારજનો નારાજ હોય એઓ આ યુવકથી દીકરીનો પીછો છોડાવવા માટે સગીરાને સોનગઢ તાલુકામાંથી પસાર થતા આહવા રોડ પર આવેલા એક ગામમાં રહેતા તેના દાદાના ઘરે મૂકી ગયા હતા. જો કે યુવકે આ સગીરા સાથે ત્યાં પણ એની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો અને એઓ અવારનવાર મળતા હતા. ગત 08/01/2021એ રાત્રિના દાદાને ત્યાં રહેતી સગીરાને આરોપી હિતેશ માવચી લગ્ન કરવાની લાલચ આપી અને ખોટો ઈરાદો પાર પાડવા માટે ભગાડી લઈ ગયો હતો.

સોનગઢ પોલીસ મથકે આરોપી હિતેશ માવચી સામે સગીરાના અપહરણ કરી જવા અંગે અને પોસ્કો એક્ટ પ્રમાણે ગુનો દાખલ થયો હતો. નાસતો ફરતો આરોપી ઉચ્છલના ભડભૂંજા ગામે આવ્યો હોવાની બાતમી એલસીબી તાપીને મળતા પીઆઈ આર એમ વસૈયા અને જયેશ લીલીયા, સંજય ચીમન, રાજેશ જુલિયા વગેરેએ ભડભૂંજા ગામે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...