ઉચ્છલ તાલુકાના પાંચ જેટલા ગામ ના આંતરિક રસ્તાઓ બિસમાર હોવાથી 297 લાખ ના ખર્ચે નવા બનાવવામાં આવનાર છે. ઉચ્છલ તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય લેવલે રસ્તાઓ બિસમાર હોવાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે.આ બાબતે ગ્રામજનો એ સ્થાનિક ધારાસભ્ય સુનીલભાઇ ગામીત સમક્ષ રજૂઆત કરી હતી અને સુનીલભાઇ એ રાજ્ય સરકાર માં આવાં રસ્તાઓ બનાવવા માં આવે તેવી માંગ મૂકી હતી.
આખરે રાજ્ય સરકારે તાલુકાના પાંચ જેટલા રસ્તાના કામો માટે રૂપિયા 297 લાખ ની માતબર રકમ મંજૂર કરી હતી અને ટૂંક સમયમાં જ આ રસ્તાઓ બનાવવામાં આવનાર છે.આ રસ્તાઓ માં ધજ ગામ થી મહારાષ્ટ્ર સરહદ સુધી નો રસ્તો માટી મેટલ કામ,ડામર રોડ અને જરૂરી નાળા સાથે નો 52.50 લાખ ના ખર્ચે બનશે.એ જ રીતે ભડભૂંજા ગામે હાઇવે થી સ્મશાન તરફ જતો રોડ રૂ 52.50 લાખ ના ખર્ચે, જામકી ગામના હોળી ફળિયાના આંતરિક રસ્તો રૂ.87.50 લાખ ના ખર્ચે,ઝરણપાડા ગામનો આંતરિક રસ્તો રૂ.52.50 લાખ ના ખર્ચે અને મોહિની ગામનો આંતરિક રસ્તા ને રૂપિયા 52.50 લાખ ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે.આ અંગે નિઝર ધારાસભ્ય ના હસ્તે બુધવારે ખાતમુહૂર્ત વિધિ થઈ હતી તેમાં તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.