તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખનોરા પાસે દારૂ સાથે રિક્ષા ઝડપાઇ, 3 સામે ગુનો દાખલ, બનાવમાં રિક્ષા સહિત કુલ 94,132નો જથ્થો સિઝ કર્યો

સોનગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિઝર તાલુકાના ખનોરા ગામ નજીકથી પોલીસે બાતમીના આધારે એક રિક્ષા અટકાવી તપાસ કરતા તેમાંથી પાસ પરમિટ વિના મહારાષ્ટ્રથી લાવવામાં આવેલ 33,132ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તાપી જિલ્લા નાયબ પોલીસ વડા આર એલ માવાણીને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના ખાંડબારા જી.નંદુરબારથી એક કાળા કલરની રિક્ષામાં ગેરકાયદે દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે અને તે નિઝર તાલુકામાં ઘુસાડવામાં આવી રહ્યો છે.

આ અંગે તેમણે નિઝર પોલીસને સૂચના આપતા પોલીસે સોમવારે રાત્રીના સમયે ખનોરા ગામ નજીક વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમી પ્રમાણની અતુલ રિક્ષા નંબર GJ-16-AT-2811 નજરે પડતા એને અટકાવવામાં આવી હતી અને તપાસ કરતા પાસ પરમિટ વિના લાવવામાં આવેલ દારૂની 410 બોટલ મળી આવી હતી.

આ બનાવમાં 33,132ની કિંમતનો દારૂ અને 60,000ની રિક્ષા તથા 1,000નો મોબાઈલ મળી કુલ 94,132ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. પોલીસે રીક્ષાચાલક આકાશ રાજુ વળવી (રહે. નવી ભીલભવાલી તા.નિઝર) અને પોસલા ઉર્ફે પોસા ભરત પાડવી (રહે.રૂમકી તળાવ તા.નિઝર)ને કોવિડ ટેસ્ટ કરાવી આઇસોલેશનમાં રાખ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર નંદુરબારના યોગેશ ચૌધરીને ત્યાં કામ કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...