તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈમ્પેક્ટ:બંધ પડેલી સોનગઢ-વ્યારા બસ પુનઃ શરૂ

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શનિવારે ભાસ્કરમાં અહેવાલ પ્રગટ થયો હતો અને સોમવારે બસ સેવા શરૂ

સોનગઢ ડેપો સંચાલિત સોનગઢ વ્યારા વાયા મોટા બંધારપાડા બસ સેવા બંધ કરવામાં આવી હતી, જેથી મુસાફરોને મુશ્કેલી પડતી હતી. આ સંદર્ભે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયાના બે જ દિવસમાં બસ સેવા પુનઃ શરૂ થઈ જતા લોકોના પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું. સોનગઢ ડેપો દ્વારા સોનગઢથી વાયા બંધારપાડા થઈ વ્યારા તરફ જતી એસ ટી બસ સેવા ગત વર્ષે કોરોના મહામારીના સમયમાં બંધ કરવામાં આવી હતી. જો કે હવે કોરોના સંદર્ભે સ્થિતિ સુધરી છે અને શાળા કોલેજ પણ તબક્કાવાર ખુલી રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં આ રૂટ પર બસ સેવા બંધ હોય લોકોને મુશ્કેલી પડી રહી હતી.

એસ.ટી. બસ સેવા બંધ હોય વિદ્યાર્થીઓને નોકરિયાતોને વધુ ભાડુ ખર્ચી ખાનગી વાહનોમાં વ્યારા-સોનગઢ તરફ જવાની ફરજ પડતી હતી. આ સંદર્ભે મોટા બંધારપાડા ગામના દિલીપભાઈ સોલંકી અને અન્યોએ ડેપો ખાતે રજૂઆત કરી વિનંતી કરી હતી, પરંતુ આ સંદર્ભે ડેપો મેનેજર દ્વારા સમયસર નિર્ણય લેવામાં ન આવતા બસ રૂટ શરૂ થયો ન હતો. આ સમસ્યા અંગે ગ્રામજનોએ દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિને જાણ કરતા દિવ્ય ભાસ્કર દ્વારા ગત છઠ્ઠી ફેબ્રુઆરી શનિવારના અંકમાં લોકોના પ્રશ્નને વાચા આપી હતી.

આ સંદર્ભે સ્થાનિક ડેપો મેનેજર મનોજભાઈ ચૌધરી અને સ્ટાફ દ્વારા તાકીદે બસ રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ પ્રમાણે સોમવારે સવારે સોનગઢ વાયા બંધારપાડા વ્યારા રૂટ પર બસ સેવા શરૂ થતા લોકોના પ્રશ્નનો ઉકેલ આવ્યો હતો અને ગ્રામજનોએ એસટી નિગમનો પણ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો