તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સોનગઢ તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે મામલતદારને રજૂઆત

સોનગઢ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ નજીક તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમ ખાતે મચ્છીમારી બાબતે ખાનગી કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે, જે બંધ રાખવામાં આવે એ જરૂરી છે. એ સાથે સરકાર દ્વારા તાપી જિલ્લાની 207 શાળાઓમાં સંખ્યા ઓછી હોવાથી શાળા મર્જ કરનાર હોવાનો નિર્ણય લેવાયો છે, જે નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલીઓ વેઠવી પડશે જેથી નિર્ણય પાછો ખેંચવામાં આવે. સિંચાઈ વિભાગ દ્વારા પાર - તાપી - નર્મદા નદી જોડાણ યોજના શરૂ કરવા જાહેરાત થઈ છે એને રદ કરવા માંગણી કરી છે.

સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતમાં 22 ડિજિટલ સેવાની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે તે ઝડપી શરૂ કરવામાં આવે. ડોસવાડા ગામે વેદાંતા કંપનીની શરૂ થવા જઈ રહી છે ત્યારે પર્યાવરણના મુદ્દે આ કંપનીની સરકારી મંજૂરી રદ કરવામાં આવે અને આદિજાતિ પ્રમાણપત્ર ખરાઈના પુરાવા બાબતે જે પરદાદા સુધીની માહિતી માંગી છે જેમાં સુધારો કરી જૂની પદ્ધતિ પ્રમાણે જ ખરાઈ કરવું જરૂરી છે. આ મુદ્દા પર કાર્યવાહી કરવામાં ન આવે તો આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવશે એવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...