તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ઓટાથી સોનગઢ રૂટની રાત્રિ બસ સેવા શરૂ કરવા માટે મામલતદારને રજૂૂઆત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ બે દિવસમાં શરૂ નહીં થાય તો સોનગઢ બસ ડેપો સામે ધરણાંની ચીમકી

સોનગઢના મલંગદેવ તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય પ્રીતિબહેન ગામીત સહિત ના અન્યો આગેવાનો દ્વારા છેવાડાનાં ગામ એવાં ઓટાથી સોનગઢ રૂટની રાત્રી બસ શરૂ કરવા બાબતે સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગ્રામજનો દ્વારા આપવામાં આવેલ લેખિત પત્રમાં જણાવ્યા પ્રમાણે સોનગઢ ડેપો દ્વારા ઓટા રૂટ પર સવારે મીની બસ ફાળવવામાં આવેલ છે એમાં ખીચોખીચ સ્થિતિમાં મુસાફરો ભરવામાં આવે છે, જેથી આ મીની બસની જગ્યાએ મોટી બસ ફાળવવામાં આવે તેવી માંગ મૂકવામાં આવી છે. સોનગઢથી ઓટા રૂટની બસ સવારે 5:30 કલાકે ઓટાથી સોનગઢ આવે છે તેની જગ્યાએ આ બસ ઓટાથી વહેલી સવારે સવારે 6:00 કલાકે ઉપાડવામાં આવે તો આ બસ વિદ્યાર્થીઓ અને ધંધો-રોજગાર અર્થે અવર જવર કરતા લોકોને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

આ બાબતે ઓટા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અનાજીભાઈ, માજી.તા.પં.સભ્ય યાકુબભાઈ તથા ઓટા વિસ્તાર સ્થાનિક આગેવાનો એવા અશ્વિનભાઇ ગામીત વગેરે દ્વારા સોનગઢ બસ ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરવામાં આવી હતી આમ છતાં સ્થાનિક લોકોની માંગણીઓ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી.

આ બસની હાલ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓ તથા મુસાફરોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. એસ ટી નિગમ અને સોનગઢ ડેપો દ્વારા આ માંગણીઓ આવનાર બે દિવસમાં નહીં સ્વીકારવામાં ન આવે તો ઓટા વિસ્તારના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સોનગઢ ડેપો ખાતે ઉપસ્થિત થઈ ધરણાં પર બેસવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...