માગ:મલંગદેવમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી માત્ર પેવર બ્લોકના જ કામો લેવાતા હોવાની રાવ

સોનગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના કામોની વહીવટી મંજૂરી રદ કરવાની પંચાયત સભ્યોની માગ

સોનગઢ તાલુકાની મલંગદેવ જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી દ્વારા પંચાયત ની સામાન્ય સભામાં ઠરાવ પાસ કરી મોકલવામાં આવેલ કામો ને બદલે માત્ર પેવર બ્લોક ના કામો જ લેવામાં આવતા ગ્રામજનો અને સભ્યો એ વિરોધ કરી ટીડીઓ ને રજુઆત કરી હતી.સૂત્રો પાસેથી મળેલ વિગત પ્રમાણે મલંગદેવ જૂથ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ સાથે મળી પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં જુદા જુદા વિકાસલક્ષી કામો નું આયોજન કરવામાં આવ્યું હતું.

એ પ્રમાણે 15 માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી કામો નક્કી કરવામાં આવ્યા હતાં એ પ્રમાણે પંચાયત ની સભામાં ઠરાવ પસાર કરી મંજૂરી માટે તાલુકામાં મોકલવામાં આવ્યા હતા.જો કે સામાન્ય સભામાં નક્કી કરવામાં આવેલ કામો ને સરપંચ અને તલાટી દ્વારા મનમાની કરી બદલી નાખવામાં આવ્યા છે. ખરેખર ગામમાં અતિ જરૂરિયાતના કામો લેવાના બદલે સરપંચે પોતાના માનીતા લોકોના કામ પાછળ થી ઠરાવ કરી ઉમેરી દીધા હોવાનો આક્ષેપ રજુઆતકર્તાઓ ઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને એમાં તમામ કામો જુદા જુદા સ્થળે પેવર બ્લોક બેસાડવા ના જ લેવામાં આવ્યા છે.

આ કામોમાં ખપાટીયા ગામે શાળાની બહાર પેવર બ્લોક નું કામ લેવામાં આવ્યું છે કે જે આગળથી જ થઈ ગયું છે. એ સાથે વિરથવા અને મલંગદેવ ગામે પણ જુદા જુદા સ્થળે પેવર બ્લોક નાખવા નું કામ લેવામાં આવ્યું છે જે ખરેખર હાલ બિનજરૂરી હોવાનું લાગી રહ્યું છે. અરજદારો એ સોનગઢ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી આ તમામ પેવર બ્લોક ના કામો ને વહીવટી મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરી હતી.અને મલંગદેવ પંચાયત ની સામાન્ય સભા બોલાવી નવેસર થી કામોનું આયોજન કરવામાં આવે તેવી માગ પણ મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...