રજૂઆત:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીના નિશાન સાથે પ્રચારની રાવ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોહિની ગામે રાષ્ટ્રીય પાર્ટી ના ચિહ્ન સાથે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. - Divya Bhaskar
મોહિની ગામે રાષ્ટ્રીય પાર્ટી ના ચિહ્ન સાથે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.
  • ચૂંટણી અધિકારીએ આ પ્રચાર બંધ કરાવવા ખાતરી આપી

ઉચ્છલ તાલુકાના મોહિની ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીના નિશાન વડે કરવામાં આવતો ચૂંટણી પ્રચાર બંધ કરવા બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આવનાર સપ્તાહમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોહિની ગ્રુપ ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે નિર્મળાબેન સુરેન્દ્રભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે અને તેમને ચૂંટણી અધિકારી દ્વારા સુપડાનું નિશાન ફાળવવામાં આવ્યું છે.

જોકે હાલમાં તેઓ રાષ્ટ્રીય પાર્ટીના નિશાનથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હોવાની ફરિયાદ ઉભી થઈ છે. તેઓ અને તેમના સમર્થકો દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ હાલમાં લોકોને મળે છે એ બાબતનો પ્રચાર કરી મતદારોને ખોટી રીતે ભરમાવવાનો તથા ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ બાબત પંચાયતી રાજ અધિનિયમ 1973 માં દર્શાવેલ જોગવાઈની વિરુદ્ધ હોવાની રાવ સાથે સ્થાનિક સામાજિક કાર્યકર્તા ભૂપેન્દ્ર વસાવાએ મોહિની ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી અને મામલતદાર ઉચ્છલ સમક્ષ રજૂઆત કરી હતી.

તેમણે લેખિતમાં કરેલ રજૂઆતમાં ઉમેર્યું હતું કે મહિલા ઉમેદવાર દ્વારા આ રીતનો રાષ્ટ્રીય ચિહ્ન સાથેનો પ્રચાર બંધ નહિ કરવામાં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. આ સંદર્ભે જવાબદાર ચૂંટણી અધિકારી એ આ રીતનો ચૂંટણી પ્રચાર તાકીદે બંધ કરાવવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...