તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ઉકાઈ જળાશયમાં માછીમારી માટે ખાનગી કંપનીને ઈજારો આપતા વિરોધ

સોનગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2004ના સરકારના જ ઠરાવ પ્રમાણે સ્થાનિક મંડળીઓને પ્રાધાન્ય ન અપાયું

ઉકાઈ ડેમના જળાશયમાં માછીમારી કરવાનો ઈજારો સરકારે ઇ ઓક્શનથી ખાનગી કંપનીને સોંપી દીધો છે. આ બાબતે વર્ષોથી જળાશયમાં માછીમારી કરી ગુજરાન ચલાવતા અસરગ્રસ્ત વિસ્તારના આદિવાસી ભાઈબહેનોને અન્યાય થયો હોવાની લાગણી સાથે તાપી કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.

આવેદનમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના જળ ક્ષેત્રોમાં માછીમારીનું નિયમન કરવા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 ઘડવામાં આવ્યો છે અને અધિનિયમ હેઠળ ગુજરાત સરકારના બંદરો અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા 25-2-2004ના ઠરાવથી જળાશયોમાં માછીમારી પ્રવૃત્તિનું નિયમન કરવા માટે ઇજારા નીતિ ઘડવામાં આવી છે. આ ઇજારા નીતિ હેઠળ આદિવાસી વિસ્તારમાં આવેલા જળાશયોમાં સ્થાનિકોને માછીમારી મારફતે રોજગાર પૂરી પાડવા વિશેષ જોગવાઈ કરી છે. ઉકાઈ જળાશય જિલ્લાના આદિવાસી વિસ્તારમાં છે.તેનો અસરકારક જળ વિસ્તાર અંદાજિત 37,539.63 હેક્ટર છે. આ વિસ્તારમાં ઉકાઈ અસરગ્રસ્ત મત્સ્યોદ્યોગ વિકાસ સહકારી સંઘ, સોનગઢ ઇજારા નીતિમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક કચેરીમાં રજિસ્ટર્ડ સંઘ છે અને સ્થાનિક મંડળી સંઘના સભ્ય છે.

પત્રમાં જણાવાયું હતું કે 2020 જુલાઈમાં મત્સ્યોદ્યોગ ક્મિશ્નરની કચેરી દ્વારા વેબસાઇટ ઉપર ઉકાઈ જળાશયમાં 1-7-2020થી 10-6-2025 સુધીના પાંચ વર્ષ માટે માછીમારી માટે ઇ-ઓક્શન મારફતે ઈજારો આપવા ટેન્ડર મંગાવ્યા હતા જેમાં ઉકાઈ 33, 89, 169 અપસેટ વેલ્યુ નક્કી કરી હતી. બાદમાં 26-8-2020ના રોજ ઈ-ઓક્શનમાં સૌથી વધુ રકમનું ટેન્ડર તન્વી એક્વા પ્રાઇવેટ લિમિટેડએ 3, 50, 30, 000નું ભર્યું હતું અને સરકાર દ્વારા ખાનગી કંપનીને ઈજારો સોંપી દેવાયો હતો, જે સ્થાનિક માછીમારો માટે અન્યાયી છે અને સરકારની ઇજારા નીતિઓની વિરુદ્ધ કાર્યવાહી કરવી છે.

આમ અપસેટ વેલ્યૂ પ્રમાણે સ્થાનિક માછીમારોને ઈજારો આપવાના બદલે ખાનગી કંપનીને ઈજારો આપતા આદિવાસીઓની રોજગારી છીનવાઇ જવાનો ડર ઉભો થયો છે. ગુજરાત સરકારે ઉકાઈ ડેમના જળાશય વિસ્તારમાં માછીમારી સંદર્ભે ખાનગી કંપનીને સોંપવામાં આવેલા ઈજારો તાકીદે રદ કરવામાં આવે અને આ ઈજારો અપસેટ વેલ્યૂ સાથે સ્થાનિક આદિવાસી ઉકાઈ અસરગ્રસ્ત મત્સ્યોદ્યોગ વિકાસ સહકારી સંઘ, સોનગઢને ફાળવવા માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...