સતુકાર્ય:ટુર્નામેન્ટની આવક અનાથ આશ્રમમાં અપાશે

સોનગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખડકા ચીખલી ગામે રમાયેલી ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ - Divya Bhaskar
ખડકા ચીખલી ગામે રમાયેલી ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ
  • સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ

સોનગઢ તાલુકામાં ખડકા ચીખલી યુવક મંડળ દ્વારા ગામમાં પ્રથમ વખત 8 દિવસીય પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ 2021-22 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લામાંથી કુલ 175 જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનો માધ્યમથી ભેગા થયેલા ભંડોળને જરૂરીયાતમંદોને મદદ કરવાનો હોય છે. ટુર્નામેન્ટમાંથી મળેલ ભંડોળ હ્યુમન અલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અંકિત ગામીત અને અન્ય સભ્યોના સહયોગ વડે લખાલી અનાથ આશ્રમના બાળકોને મદદ કરવામાં આવનાર છે.

આ ટુર્નામેન્ટ અંતર્ગત ગત તા.5 મી જાન્યુઆરીએ રાણીઆંબા, ઘેરીયાવાવ, વાંકલા અને મોટા કાકડકુવા ગામની ટીમો વચ્ચે સેમી ફાઇનલ મેચો રમાઇ હતી. જેમાંથી વાંકલા અને મોટા કાકડકુવા ગામની ટીમ ફાઇનલમાં આવી હતી. ફાઇનલમાં રસાકસીના અંતે સોનગઢના મોટા કાકડકુવાની ટીમ વિજેતા જાહેર થઈ હતી. સ્પર્ધાની વિજેતા ટીમને ટ્રોફી અને રોકડા રૂપિયા 12,000 નું ઇનામ આપવામાં આવ્યું હતું, તેમજ રનર્સ અપ ટીમ વાંકલા ગામની ટીમને ટ્રોફી અને 6000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. સોનગઢના ખડકા ચીખલી યુવક મંડળ દ્વારા રમાડવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા ભેગું કરતું ભંડોળ દાન કરવામાં આવતું હોય છે.

આ પહેલાં પણ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. ગત ચોમાસામાં સોનગઢના લાંગડ ગામે રહેતાં મોવલિયાભાઈ ગામીતના કાચા ઘરમાં અચાનક આગ લાગી જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. આ સમયે ટ્રસ્ટ દ્વારા આ પરિવારને ફરીથી પોતાનું ઘર ઉભું કરવા માટે થાંભલી, દરવાજા અને અન્ય ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી હતી. એ સાથે જ કુટુંબ માટે પૂરતા અનાજની અને ઘરવખરીની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.

આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા બાબતે પણ કામ થાય છે
ખડકા ચીખલી ગામના યુવકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં હ્યુમન અલાયન્સ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લા ના કાલીબેલ ગામ ખાતે આદિવાસી ટેલેન્ટ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તાપી, સુરત, નર્મદા અને ડાંગ જિલ્લાના આદિવાસી યુવક યુવતીઓએ પોતાની સાંસ્કૃતિક પ્રતિભા દર્શાવી હતી. આ ઇવેન્ટ દરમિયાન આદિવાસી રીત રિવાજ અને વાજિંત્રો બાબતે ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...