તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટોકરવા ગામે ધાર્મિક કાર્યક્રમમાં 200થી વધુ લોકો ભેગા કરાતા ગાઈડલાઈનનો ભંગ થતાં કાર્યવાહી

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના ટોકરવા ગામે સરકારે જાહેર કરેલ કોરોના ગાઈડલાઈન નો ભંગ કરી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળેલ વિગત પ્રમાણે સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મિસ્ત્રી ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ સુરજીભાઈ ગામિતે રવિવાર ના રોજ પોતાના ઘરના આંગણામાં અને નજીક આવેલ ચર્ચ માં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમ માં કોરોના ગાઈડલાઈનનો અને જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ કરી અંદાજિત 200 કરતાં વધુ લોકો ને ભેગા કરવામાં આવ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

આ બાબતે સોનગઢ પોલીસ ને જાણ થતાં પોલીસે કાર્યક્રમ ના આયોજક એવાં વિષ્ણુભાઈ સુરજીભાઈ ગામીત સામે જાહેરનામા ના ભંગ બાબત નો ગુનો દાખલ કર્યો હતો.એમાં જણાવ્યા પ્રમાણે સદર ઇસમે સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી માણસો ભેગા કર્યા હતા અને એમની વચ્ચે કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું ન હતું.જ્યારે મોટેભાગના લોકો એ માસ્ક પણ પહેર્યા ન હતા અને સ્થળ પર સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં ન આવી હતી.એ રીતે વિષ્ણુભાઈએ કોરોના નો ચેપ વધુ પ્રસરે એવું બેદરકારીભર્યું કૃત્ય કરતા એમની સામે સોનગઢ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...