તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમો નેવે મૂકાયાં:મુસાફરો પાસે ડબલ ભાડું વસૂલી 50 કિમીનો વધુ ફેરો કરીને ખાનગી બસો અંતરિયાળ માર્ગેથી કોવિડ ટેસ્ટ વગર જ મહારાષ્ટ્રમાં ઘુસે છે

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતી ખાનગી બસો. - Divya Bhaskar
સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતી ખાનગી બસો.

સોનગઢના જંગલ વિસ્તારમાં આવેલ અંતરિયાળ રસ્તા પરથી સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી મહારાષ્ટ્ર તરફ જતી લક્ઝરી બસો મોટા પ્રમાણમાં દોડી રહી છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતો રસ્તે વાહન ચેકિંગ જેવું કશું થતું નથી, અને મુસાફરોના કોઈ પણ ટેસ્ટ વિના આરામથી એઓ મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થઇ જતા હોય છે. બસ સંચાલકો ગરજાઉ મુસાફરો પાસે ડબલ ભાડું વસુલ કરતા હોય છે. બસના ચાલકો પોતાની બસ બેફામ ગતિએ હંકારતા હોય ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત સર્જાવાનો ભય ઉભો થયો છે. જિલ્લા આરટીઓ વિભાગ અને પોલીસ તંત્ર આવી બસ નેશનલ હાઇવે થઈને જ દોડે એવી કામગીરી દાખવે તેવી માંગ ઊભી થઈ છે.

ગુજરાતના સુરત અને અન્ય શહેરો માંથી મોટી સંખ્યામાં લોકો મહારાષ્ટ્ર રાજ્યમાં અવર જવર કરતા હોય છે અને એ માટે સુરત.અમદાવાદ જેવા શહેરો માંથી મોટી સંખ્યામાં લકઝરીબસ ઉપડતી હોય છે.જો કે હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ના રોકથામ બાબતે અન્ય રાજ્યમાંથી આવતા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ અનિર્વાય કરી દીધા હોય જે પ્રવાસીઓ ટેસ્ટ વિના મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશવા માટે કેટલાક ખાનગી લક્ઝરી બસના સંચાલકોએ જંગલના રસ્તે લાંબો ચકરાવો ખાઈ નવાપુરની આગળથી મહારાષ્ટ્રમાં આરામથી પ્રવેશી જતા હોય છે. આ સમગ્ર રસ્તો જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય રસ્તે વાહન ચેકિંગ જેવું કશું થતું નથી અને મુસાફરોના કોઈ પણ ટેસ્ટ વિના આરામથી મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થઇ જતા હોય છે.

બસ સંચાલકો આવા ગરજાઉ મુસાફરો પાસે ડબલ ભાડું વસુલ કરતા હોવાનું જાણવા મળેલ છે. લક્ઝરી બસના ચાલકો બસ આડેધડ અને ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે તેથી રસ્તે થી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને સદા અકસ્માતનો ભય સતાવતો હોય છે.ગત બે ત્રણ દિવસ પહેલા પણ આ રસ્તે થઈ એક લક્ઝરી બસ આડેધડ રીતે ફૂલ સ્પીડમાં હંકારતો હોવાથી લોકોએ એનો મોબાઈલમાં વિડીયો બનાવી આવા ચાલકો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.

આ રીતે RTPCR ટેસ્ટ વગર જ મુસાફરોનો પ્રવેશ
ખાનગી બસના ચાલકો વ્યારા સુધી તો બેરોકટોક ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી આવી જતા હોય છે. ત્યાંથી આગળ નેશનલ હાઇવે પર આગળ વધવાના બદલે વ્યારા થી વાયા બંધારપાડા થઇ ટેમકા ગામ સુધી આવે છે. બાદમાં પાછા સોનગઢ તરફ ટોકરવા ત્રણ રસ્તાથી આગળ હિંદલા, વીરથવા થઇ નવાપુર તરફ જવા નીકળી જતા હોય છે.

ગત એપ્રિલમાં આ જ રસ્તે લક્ઝરી પલટી ગઇ હતી
સોનગઢ તાલુકાના આવા અંતરિયાળ રસ્તા પર થઈ પસાર થતી આવી લક્ઝરી બસના ચાલકો અકસ્માત પણ નોતરતા હોય છે. ગત એપ્રિલ માસમાં આજ રસ્તે આવેલ સાદડુન ગામ પાસેથી પસાર થતી એક આવી જ પરપ્રાંતની લક્ઝરી બસ રોડ સાઈડ પર પલટી મારી ગઈ હતી. સદનસીબે એ બનાવમાં બસમાં મુસાફરો ઓછા હતા અને એટલો રસ્તો સીંગલપટ્ટીનો હોવાથી બસ ધીમી હતી જેથી કોઈને જીવલેણ ઇજા થઇ ન હતી. બસના મુસાફરો ટેમ્પો ભાડે કરી તરત જ સ્થળ પરથી નાસી ગયા હતા. આ રસ્તે વીરથવા ફાટક પર સોનગઢ પોલીસના માણસો હોય છે. જ્યારે સામે પાર મહારાષ્ટ્ર પોલીસનો સ્ટાફ હાજર હોય છે એ આવા બસ ચાલકો સામે કેવા પ્રકારની કામગીરી કરે છે એ સમજી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...