શ્રીજીનું વિસર્જ:સોનગઢ નગરમાં ગણેશ વિસર્જનની તૈયારીને આખરી ઓપ અપાયો

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢમાં વિસર્જન કરવા માટે દેવજીપૂરા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું જેનું નિરીક્ષણ કરતા પાલિકા કર્મચારીઓ. - Divya Bhaskar
સોનગઢમાં વિસર્જન કરવા માટે દેવજીપૂરા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું જેનું નિરીક્ષણ કરતા પાલિકા કર્મચારીઓ.
  • દેવજીપુરામાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે

સોનગઢ નગર તાલુકા માં સ્થાપના કરવામાં આવેલ ગણપતિ બાપા ને રવિવારે વિદાય આપવામાં આવશે.આ અંગે નગરમાં નીકળનાર વિસર્જન યાત્રા સંદર્ભે કરવામાં આવેલ તૈયારીને વહીવટી તંત્ર અને પાલિકા સ્ટાફ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.નગરમાં સ્થાપિત મોટાભાગની ગણપતિ પ્રતિમા દેવજીપૂરા ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવ માં વિસર્જિત કરવામાં આવશે. ગત વર્ષે કોરોના ના કારણે ગણપતિ બાપાની સ્થાપના અને વિસર્જન માત્ર સાંકેતિક રીતે જ પાર પાડવામાં આવ્યું હતું.

જો કે આ વર્ષે સ્થિતિ હળવી બનતા હાલમાં કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે સોનગઢ અને તાલુકામાં અંદાજિત 200થી વધુ ગણપતિબાપ્પાની મૂર્તિઓની સ્થાપના થઇ છે.નવ દિવસથી પૂજા અર્ચના સાથે ઢોલકની સાથે ગણપતિ મંડપમાં ભક્તોએ બાપા ના દર્શન કરી રહ્યા છે.રવિવારે ગણેશ વિસર્જન યાત્રા નીકળશેે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.દેવજીપુરા ઉકાઈ રોડ પર મરાઠી સ્કુલ નજીક પાલિકા પાણી વિભાગના સ્ટાફ દ્વારા અંદાજે 70 બાય 50 ફુટની લંબાઈ પહોળાઈ સાથેનું ક કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે.

તળાવ માં હવે બાકી રહેલા અંદાજિત 150 કરતા વધુ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરાશે.કોરોના ગાઈડ લાઇન પ્રમાણે નગરના મુખ્ય રસ્તા પરથી ઓછાં ભક્તો સાથે વિસર્જન યાત્રા નીકળશે ત્યારે એ રસ્તાઓ પર પૂરતા પ્રમાણમાં વધારાની ફ્લડ લાઈટો ગોઠવવામાં આવનાર છે.આ સાથે જુનાગામ રોડ પાસે આવેલ મસ્જીદ પાસે બે રસ્તાઓને અવરજવર માટે બંધ કરાશે તથા નગરમાં સંવેદનશીલ જગ્યાઓ પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...