તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:સોનગઢમાં જૈવિક પદ્ધતિ દ્વારા 225 જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવારે સોનગઢ એકલ ભવનના પરિસરમાં એકલ અભિયાન-એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણની સુરક્ષા સાથે-સાથે જૈવિક ખેતી દ્વારા આ વિસ્તારના ખેડૂતોની ઉપજમાં કેવી રીતે વધારો કરી શકાય એવાં ઉમદા હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી વિવિધ જાતના 225 ફળાઉ વૃક્ષોનું જૈવિક પદ્ધતિથી વાવેતર કરાયું હતું.

કાર્યક્રમમાં એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનનાં પદાધિકારીઓ બાબુલાલ મિત્તલ, વિદ્યાકાર મિત્તલ, પ્રમોદભાઈ ચૌધરી, સુરેશ અગ્રવાલ, શ્યામભાઈ, વિનોદભાઈ, નારાયણભાઈ, આનંદભાઈ, મહિલા સમિતિના સદસ્યો, ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમમાં ગાય આધારિત જૈવિક ખેતીમાં જેમને રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા છે એવાં ખેડૂત ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...