તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:સ્વૈચ્છિક લોકડાઉન અને લોકોની જાગૃતિને કારણે સોમવારે સોનગઢમાં માત્ર 2 કેસ

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત છઠ્ઠી એપ્રિલથી નગરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે

સોનગઢ નગર અને તાલુકામાં હવે કોરોના કન્ટ્રોલમાં આવી ગયો હોય તેમ સોમવારે તાલુકામાં માત્ર 2 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.એપ્રિલ માસમાં દરરોજ લગભગ 30ની આસપાસ પોઝિટિવ કેસ મળતા હતા જ્યારે મે માસના બીજા સપ્તાહમાં એમાં ઘટાડો નોંધાયો છે.

તાપી જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો હતો.એક સમયે 21મી એપ્રિલે જિલ્લામાં સહુથી વધુ કુલ 115 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા ત્યારે સોનગઢ તાલુકામાં એ દિવસે 30 પોઝિટિવ મળી આવ્યા હતા. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં કોરોનાએ તાપી જિલ્લામાં કહેર વરસાવ્યો હોય તેમ સો કરતા વધુ કેસ મળી આવ્યા હતા.

તાપી જિલ્લાની વાત કરીએ તો 22મી એપ્રિલે 103, 27મી એપ્રિલે 101, 28મી એપ્રિલે 103, 29મી એપ્રિલે 102 અને એપ્રિલની આખરી તારીખે એટલે કે 30મી એપ્રિલે તાપીમાં 99 પોઝિટિવ કેસ મળ્યા હતા. જો કે મેની શરૂઆતમાં જ પોઝિટિવ કેસમાં સારો એવો ઘટાડો થયો હતો અને જિલ્લામાં માત્ર 61 પોઝિટિવ મળી આવ્યા હતા.આમ જિલ્લામાં મે માસની શરૂઆતથી કોરોનાના કેસ ઘટવાનું શરૂ થઈ ગયું હતું અને દસમી મેના દિવસે તો 15 દર્દી હતા.

સોનગઢ અને તાલુકાની સ્થિતિ પર નજર નાખીએ તો મેની પહેલી તારીખે તાલુકામાંથી 21 કેસ નોંધાયા બાદ 10મી મેના દિવસે માત્ર 2 કેસ નોંધાતા વહીવટી તંત્ર અને આરોગ્યવિભાગના સ્ટાફને હાશકારો થયો હતો, જ્યારે નગરમાં સોમવારે એક પણ પોઝિટિવ કેસ મળી આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...