તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢના જુનાગામ વિસ્તારમાં આવેલ એક રહેણાંક કોમ્પ્લેક્ષના એક બંધ ઘર નો દરવાજો તોડી ચોરી કરવા ઘૂસેલા બે ઈસમો પૈકીના એક ઈસમને સ્થાનિક લોકોએ ઝડપી લીધા બાદ પોલીસને સોંપ્યો હતો, જ્યારે એનો સાથીદાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થળ પરથી પકડાયેલા ચોર ઈસમને એલસીબી પોલીસ પૂછપરછ કરવા અર્થે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
સોનગઢના જુનાગામ મુખ્ય રોડ પર આવેલા સુરજ કોમ્પલેક્ષમાં જુદા જુદા ફ્લેટમાં 12 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ પૈકી એક ફ્લેટમાં નરેન્દ્રભાઈ મદનલાલ અગ્રવાલ એમની પત્ની સંતોષ બહેન સાથે રહે છે. બુધવારે બપોરે નરેન્દ્રભાઈ કામ અર્થે બહાર હતા અને એમની પત્ની મકાનના દરવાજા બંધ કરી બજારમાં ગયા હતા. આ સમયે કોમ્પલેક્ષમાં પ્રવેશેલા બે ઈસમો આ બંધ મકાનના દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. તેમણે કબાટના ખાના ખોલી એમાંથી રોકડ અને દાગીના થેલીમાં ભરી લીધા બાદ ભાગવાની તૈયારી કરી હતી ત્યારે જ મકાન માલિક મહિલા બજારથી પરત ફર્યા હતા અને એમણે ઘરનો દરવાજો ખુલ્લો હોય અને સામાન વેરવિખેર જોતા બૂમાબૂમ કરી હતી. આથી સાવધ થઈ ગયેલા ચોર ઈસમો ઘરમાંથી નીકળી ભાગવા માંડયા હતા.
જો કે બૂમાબૂમના પગલે ભેગા થઈ ગયેલા લોકોએ આ પૈકીના એકને દબોચી લીધો હતો, જ્યારે બીજો ભાગવામાં સફળ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી રંગેહાથ ઝડપાયેલો ચોર ઇસમ અને એમની બાઈક નંબર (GJ-05-LS-1727)કબ્જે લીધી હતી. આ જ ચોર ઈસમોએ નગરમાં જ સર્વોદય નગરમાં પણ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે ત્યાં પણ તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ એમની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી થઈ રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.