તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડાના કહેર બાદ માવઠાનો માર:સોનગઢમાં પોણા કલાકમાં સવા ઇંચ ધોધમાર વરસાદ, તાપી જિલ્લાના અનેક તાલુકામાં માવઠું ઝીંકાતા ખેડૂતોને પડ્યાં પર પાટું

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવા ઈંચ વરસાદ પડતાં સોનગઢ પાણી પાણી. - Divya Bhaskar
સવા ઈંચ વરસાદ પડતાં સોનગઢ પાણી પાણી.

સોનગઢ પંથકમાં ગુરુવારે સાંજના સમયે અચાનક સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો અને અચાનક કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.સાંજે 6.30 કલાકે શરૂ થયેલ વરસાદ અંદાજિત પોણો કલાક સુધી પડ્યો હતો જે કારણોસર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.અચાનક વરસાદ આવતા સાંજે કામ અર્થે બહાર નીકળેલા લોકો અટવાઈ ગયા હતા.આ વરસાદના કારણે સોનગઢ મુખ્ય બજાર પર આવેલ પૂલ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો ને અગવડ પડી હતી.ઉકાઈ ખાતે પણ વર્કશોપ બસ સ્ટેન્ડ ખાતે પાણી ભરાઈ ગયા હતા એ સાથે સોનગઢના જંગલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું.

ઉચ્છલ, નિઝર અને કુકરમુંડામાં માવઠું
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડાના મોગરાણ પાટીબંધારા, શિવજીગામ ટાવલી, જુના વડગામ, મોગણ જામતળાવ જેવા નિઝર તાલુકાના સરહદી વિસ્તારના ગામડાઓમાં બુધવારે રાત્રીના 8:30 વાગ્યાના અરસામાં ગાજવીજ અને પવન સાથે ઝાપટાં સ્વરૂપે વરસાદ પડયો હતો. જેથી રાતના ઉકળાટભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદથી ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં ઉનાળાની ખેતીમાં વાવેલા મગ તલ જુવાર મકાઈ બાજરી તથા મકાઈ સહિતના પાકને નુકસાનનો ભય સર્જાયો છે.

નિઝરમાં માવઠાને કારણે પલળી ગયેલો પાક.
નિઝરમાં માવઠાને કારણે પલળી ગયેલો પાક.

નુકસાન વેઠવાની નોબત
મે ઉનાળુમાં તલ વાવ્યા હતા. જે અચાનક આવી પડેલા વરસાદથી કાપેલા બગડી જવાની શક્યતા દેખાઈ રહી છે. જેમનો બજાર ભાવ ઘટી જશે જેથી વાવેતરનો ખર્ચ પણ માથે પડવાનો ભય સતાવી રહ્યો છે. > અમરસિંહ નાઈક, ખેડૂત, આડદા

અન્ય સમાચારો પણ છે...