તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નિશાણામાં પરવાનગી વિના લગ્ન આયોજિત કરનાર પિતા સામે ગુનો

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો ભંગ કરી 100 કરતા વધુ લોકોને ભેગા કર્યા

સોનગઢના નિશાણા ગામ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી અંદાજિત 100 કરતા વધુ લોકોને ભેગા કરવામાં આવતા સોનગઢ પોલીસે લગ્નના આયોજક એવાં ઈસમ સામે ગુનો દાખલ કર્યો હતો. મળેલ વિગત પ્રમાણે સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે સોનગઢના નિશાણા ગામે રહેતા સુમનભાઈ છાપટીયાભાઈ ભીલને ત્યાં એમની દીકરી અંજના ભીલના લગ્ન લેવાયા છે અને આ લગ્ન પ્રસંગની ઉજવણીમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ ભેગા થયા છે.

આ બાતમી અનુસંધાને સોનગઢ પોલીસે મોડી રાત્રીએ 12.35 કલાકે નિશાણા ગામ ખાતે પોલીસે રેડ કરી હતી.આ સમયે અંદાજિત 100 કરતા વધુ લોકો લગ્નની ઉજવણી પ્રસંગે ભેગા થયેલા જોવા મળ્યા હતા અને નાચગાનમાં વ્યસ્ત હતા. વધુ તપાસ કરતા તાપી જિલ્લા કલેકટર દ્વારા લગ્ન પ્રસંગ જેવા સામાજિક પ્રસંગે કોરોના સંક્રમણ અટકાવવા માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણે ઉપસ્થિત લોકો વચ્ચે કોઈ પણ જાતના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું જ્યારે કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા.

સુમનભાઈ ભીલને તાપી જિલ્લા કલેકટરે જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે બહાર પાડેલા જાહેરનામાના ભંગ બાબતે પૂછતાં તેમણે યોગ્ય જવાબ આપ્યો ન હતો.હાલના સમયમાં ગુજરાત સરકાર દ્વારા દરેક લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે સદર ઈસમે પોતાની દીકરી અંજના ભીલ ના લગ્ન બાબતે કોઈ પરવાનગી લીધી ન હતી.આ અંગે સુમનભાઈ ભીલ સામે પોતાને ત્યાં આયોજિત લગ્ન પ્રસંગે 100 કરતા વધુ લોકોનો મેળાવડો કરી જાહેરનામાનો ભંગ કરી પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મુકવા સંદર્ભે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનિય છે કે સોનગઢ તાલુકામાં હાલના સમયમાં ગામડાઓમાં લગ્ન પ્રસંગનું આયોજન થઈ રહ્યું છે પરંતુ કોવિડ ગાઈડલાઈનનું પાલન ન થતાં આયોજકો સામે જાહેરનામા ભંગ બાબતે ગુના નોંધાઇ રહ્યાં છે. આ બાબતે લોકોને યોગ્ય માહિતી મળી રહે એ માટે પ્રયાસો કરવાની જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...