તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઉકાઈના 500 ક્વાટર્સમાં રહેતા લોકોને ઘર ખાલી કરવા નોટિસ

સોનગઢ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંદાજિત પચાસ વર્ષથી લોકો આ સરકારી ઘરોમાં રહે છે

સોનગઢના ઉકાઈ ખાતે અગાઉ એસઆરપી ગ્રુપ કાર્યરત હતું એ સમયે સિંચાઈ વિભાગ દ્વારા 500 જેટલા મકાનો તૈયાર કરી એમને ફાળવવામાં આવ્યા હતા અને એ જ સમયે ખાલી પડેલ અન્ય મકાનો સ્થાનિકોને રહેવ અને દુકાનો ફાળવી હતી. જો કે એસઆરપી ગ્રુપ હવે સ્થળાંતરિત કરી દેવાયું છે અને મકાનો ખાલી પડયા છે અને જે વર્ષોથી અન્ય લોકો રહેતા આવ્યા છે એઓ હાલ ત્યાં વસવાટ કરી રહ્યા છે. ઉકાઈ સિંચાઈ વિભાગ દ્વારા ભૂતકાળમાં પણ આવા સરકારી મકાનનો કબ્જો ધરાવતા લોકોને નોટિસ આપતા કલેકટર પાસે દોડી ગયા હતા અને મકાનો ખાલી કરાવવા કામગીરી અટકાવી હતી.

હવે વળી પાછા આવા મકાનધારકોને નોટિસ આપી છે. ત્યારે હાલમાં કોરોનાની સ્થિતિ હોય મકાન છોડી ક્યાં જાય એવી રજૂઆત કરવા બીટીએસની આગેવાની હેઠળ ઉકાઇના નાયબ કાર્યપાલક ઈજનેર અને સોનગઢ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. મામલો કલેકટર અને રાજ્ય સરકાર પાસે હોય ત્યારે મકાનો ખાલી કરાવામાં ન આવે એવી રજૂઆત કરી છે. ક્વાટર્સ તોડવા જેને કામગીરી સોંપવામાં આવી છે એ કોન્ટ્રાકટરના માણસો ક્વાટર્સમાં જબરદસ્તી ઘુસી ફોટા પાડતા હોવાની ફરિયાદ પણ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો