તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:‘મારી દીકરીની બીમારી દૂર નથી થઈ રૂપિયા પાછા આપ’ કહી કર્મકાંડીને બંધક બનાવાયો

સોનગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોસંબા ખાતે રહેતા અને કર્મકાંડ અને ધાર્મિક વિધિ કરતા ઈસમને બે લોકોએ પૂજા કરવાના બહાને સોનગઢ બોલાવી આગળ કરેલ વિધીના કારણે દીકરીની બીમારીમાં ફાયદો થયો ન હોય રૂપિયા પાછા માંગ્યા હતા. રૂપિયા મળે પછી જ તને છોડીશું એમ કહી બંધક બનાવ્યો હતો. બાદમાં સ્થળ પર પહોંચેલી પોલીસે તેમને છોડાવ્યા હતા.

કોસંબા રહેતા અશ્વિન અવધેશપ્રસાદ શ્રીવાસ્તવ કર્મકાંડ અને પૂજાવિધિ કરી ગુજરાન ચલાવે છે. એમને મિત્ર મારફત સોનગઢના દુમદા ગામે રહેતા સુનિલ નગીનભાઈ ગામીત સાથે પરિચય થયો હતો. સુનિલ ગામીતે અશ્વિનને કહ્યું કે મારી દીકરી બીમાર રહ્યા કરે છે, એની વિધિ કરવાની છે અને જે ખર્ચ થાય એ હું આપીશ. આ આધારે અશ્વિને સુનિલભાઈની દીકરી માટે વિધિ કરી હતી અને એના પેટે ટુકડે ટુકડે 3,20,000 રૂપિયા અશ્વિનને ચૂકવી હતી. જો કે આ વિધિ પછી પણ દીકરીની બીમારી સારી થઈ ન હતી. ગત 12મીની સાંજે સુનિલે પૂજા કરાવવાની છે એવા બહાને અશ્વિનને સોનગઢ બોલાવ્યો હતો, જેથી અશ્વિન રીક્ષા ભાડે કરી સોનગઢ આવ્યો હતો. બાદમાં બપોરે સુનિલ એને ગાલખાડી ગામે ખેતરમાં લઈ ગયો હતો એની સાથે સોનુ નામનો અન્ય એક ઈસમ હતો. બાદમાં સુનિલે કહ્યું કે તારી વિધિથી મારી દીકરીની બીમારી દૂર થઈ નથી મારા રૂપિયા પાછા આપ નહિ તો અમે તને અહીંથી જવા દેવાના નથી કહી બંનેને બંધક બનાવ્યો હતા. અશ્વિન પાસે ફોન કરાવી એના પરિવારજનો પાસે 1,70,000 મંગાવ્યા હતા. આખરે આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસે બંધક બનાવેલ ઈસમ અને રીક્ષાચાલકને છોડાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો