સોનગઢ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે પર જેસિંગપુરા ટેકરા નજીક થી પુરપાટ ઝડપે પસાર થતી એક ટ્રક ના ચાલકે રસ્તો ક્રોસ કરતા મોપેડ ચાલકને અડફેટે લઈ લીધો હતો. આ બનાવમાં મોપેડ ચાલેનું સ્થળ પર જ મોત થયું હતું4 જ્યારે અન્ય એકને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર નગઢ નજીક થી પસાર થતાં નેશનલ હાઈવે પર આવેલા જેસિંગપુરા ટેકરા વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અવારનવાર અકસ્માતની ઘટના નોંધાઇ રહી છે. શનિવારે સવારે પણ આ જ રીતે સર્જાયેલા અકસ્માતમાં જામણકુવા ગામના આધેડ મોતને ભેટ્યા હતા. સોનગઢના જામણકુવા ગામે રહેતાં ફુલજીભાઈ રુવાજીભાઈ ગામીત (60) શનિવારે સવારે પોતાની એક્ટિવા મોપેડ નંબર (GJ-26-M-1022) પર પોતાના ભાઈ નાનજી રુવાજીને બેસાડી સોનગઢ ખાતે કામ અર્થે આવ્યા હતા.
તેઓ સવારે 7.30 કલાકના અરસામાં જેસિંગપુરા ટેકરા નજીક હાઇવેના ડિવાઇડર કટમાંથી પોતાની મોપેડ લઈ રસ્તો ક્રોસ કરતાં હતા ત્યારે વ્યારા તરફથી આવતી ટાટા ટ્રક ટ્રેલર નંબર RJ-02-GC-2481ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોપેડને અડફેટમાં લેતાં મોપેડ ટ્રકના વ્હીલ નીચે દબાઈ ગઈ હતી અને મોપેડ સવાર બંને ભાઈઓ રોડ પર ફેંકાઈ ગયા હતા.
આ બનાવમાં મોપેડ ચાલક ફુલજીભાઈ ગામીતને માથામાં અને શરીરે ઈજા થતાં તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા નાનજીભાઈને હાથ,પગ અને કપાળના ભાગે ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે અકસ્માત કર્યા બાદ નાસી ગયેલાં ટ્રક ચાલક સામે સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.