તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખાતરી:સોનગઢના 2 ગામોને ઉકાઈ સિંચાઈ યોજનામાં ન સમાવાતા ભારે વિરોધ

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી ઉદવહન યોજનામાં સમાવેશ ન કરાતા વિરોધ ઉભો થયો હતો.
  • 10 દિવસમાં રી સર્વે કરવાની ખાતરી અપાઇ

સરકાર દ્વારા દક્ષિણ સોનગઢ તાલુકાના ગામડાઓને સિંચાઇના પાણી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલ ઉકાઈ ઉદ્દવહન સિંચાઈ યોજનામાં ગાયસાવર અને રામપુરા કોઠાર ગામ   એમ 2 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગ્રામજનોએ નિઝર ધારાસભ્યની હાજરીમાં સરકારના નિર્ણય સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા અને યોજનાની કામગીરી અટકાવી હતી.  અધિકારીઓ આવતા 10 દિવસમાં યોજના સંદર્ભે રીસર્વે કરવાની ખાતરી આપતા આંદોલન સ્થગિત કર્યું હતું.

સિંચાઈ યોજનામાં કરવામાં આવે તેવી માંગણી સાથે આંદોલન શરૂ
સોનગઢના દક્ષિણ વિભાગમાં ગામડાઓમાં પડતી સિંચાઇના પાણી અંગેની મુશ્કેલીને ધ્યાનમાં લઈ સરકારે 350 કરોડના ખર્ચ સાથેની ઉકાઈ ઉદ્દવહન સિંચાઈ યોજના જાહેર કરી હતી. હાલમાં આ યોજના અન્વયે સોનગઢ-ઓટા રસ્તે ચાંપાવાડી ગામ પાસે વિશાળકાય પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે.  આ યોજનાનાં લાભાર્થી ગામોમાં ચાંપાવાડીથી માત્ર બે-ત્રણ કિલોમીટરના અંતરે આવેલ ગાયસાવર અને રામપુરા કોઠાર ગામને બાકાત રાખવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ઉભી થઇ હતી. બુધવારે ગ્રામજનોએ આ બંને ગામોનો સમાવેશ ઉદ્દવહન સિંચાઈ યોજનામાં કરવામાં આવે તેવી માંગણી સાથે આંદોલન શરૂ કર્યુ હતું.

ખાતરી આપવામાં આવતા આંદોલન સ્થગિત કરવામાં આવ્યું
નિઝરના ધારાસભ્ય સુનિલભાઈ ગામીત અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગી અગ્રણીઓએ સિંચાઈ યોજનાની ચાલતી કામગીરીના અટકાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આંદોલન સંદર્ભે તાપી જિલ્લા ડીવાયએસપી સહિત કાફલો આંદોલન સ્થળ પર ખડકાયો હતો. મોડે મોડે સ્થળ પર પહોંચેલા સિંચાઈ અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે વાતચીત થઇ હતી અને અધિકારીઓ દ્વારા બંને ગામોનો સમાવેશ યોજનામાં થઇ શકે એ બાબતે રીસર્વે બાબતની લેખિતમાં ખાતરી આપવામાં આવતા આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો