નિર્ણય:સોનગઢમાં હવેથી દર રવિવારે બજારો બંધ રહેશે

સોનગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસ કામ બંધ રાખવા એસો. સહમત

સોનગઢમાં હવે દર રવિવારે બજારોમાં અને ખાનગી દુકાનોમાં અઠવાડિક રજા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હોય એ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પર શનિવારે કરવામાંA આવી હતી. ગત એપ્રિલ અને મે દરમિયાન કોરોનોએ કેર વર્તાવ્યો હતો.એ સમયે નગરમાં કોરોના સંક્રમણ ન વધે એ હેતું સાથે પાલિકા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન અને દર રવિવારે બજારો બંધ રાખવામાં આવ્યા હતા.જો કે હાલ સ્થિતિ સુધરતા બજારો પુરેપુરા ખુલી ગયા છે. જો કે નગરમાં વેપારીઓ દ્વારા સપ્તાહમાં એક દિવસ બંધ રાખવા બાબતે ચર્ચા ઉભી થઇ હતી.

ગુરુવારે સોનગઢ કરિયાણા વેપારી મંડળની મિટિંગ થઈ હતી એમાં હાજર વેપારીઓ દ્વારા બહુમતીથી રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. એજ પ્રમાણે અન્ય એસો.દ્વારા રવિવારે દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...