વિરોધ:ડોસવાડામાં હિંદુસ્તાન ઝિંક સામે વિરોધ દર્શાવવા સ્થાનિકોની સાયકલ યાત્રા

સોનગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝિંક કારખાના સામે વિરોધ દર્શાવવા માટે નીકળેલી સાયકલ યાત્રા. - Divya Bhaskar
ઝિંક કારખાના સામે વિરોધ દર્શાવવા માટે નીકળેલી સાયકલ યાત્રા.
  • 8 દિવસમાં 91 જેટલાં ગામોને આ સાયકલ યાત્રા દ્વારા સાંકળી લેવામાં આવશે

સોનગઢના ડોસવાડા ગામે શરૂ થનાર વેદાંતા ગ્રુપની હિંદુસ્તાન ઝિંક લિમિટેડ કંપની સામે સ્થાનિકોના વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. લોકોમાં જાગૃતિ આવે અને કારખાનું શરૂ થવાથી થનાર સંભવિત નુકસાન બાબતે જાણકારી આપવાના આશય સાથે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોસવાડા ખાતે શરૂ થનાર ઝિંક કારખાનાના કારણે જળ, જમીન અને પ્રકૃતિને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.

હાલમાં આ કંપનીના અન્ય પ્લાન્ટ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કાર્યરત છે ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ રાજસ્થાન પહોંચી ત્યાંના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યાં કંપની દ્વારા હાલમાં દૂષિત પાણી તળાવમાં છોડવામાં આવતા હોય તેવા દ્દશ્યો સ્થાનિક લોકો એ સોશિયલ મીડિયામાં જોતા વિરોધની આગ વધુ પ્રસરી છે.

હાલમાં ડોસવાડા અને તેની આસપાસ આવેલા ગામોમાં નાની નાની સભા અને વ્યક્તિગત મુલાકાત દ્વારા વેદાંતા નો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગાંધીજીના જન્મદિવસથી કાર્યકર્તાઓ દ્વારા દસ દિવસની સાયકલ યાત્રા શરૂ કરી હતી.આ યાત્રા આઠ દિવસ ચાલનાર છે અને સોનગઢના કુલ 91 જેટલાં ગામમાં લોકો નો સંપર્ક કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...