રજૂઆત:ઉકાઈ જૂથમાંથી છુટી કરી વાગદાને અલગ ગ્રામ પંચાયત બનાવવા મુદ્દે સ્થાનિકો ખફા

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગદાને ઉકાઈ પંચાયતમાં જ સમાવિષ્ટ રાખવા તંત્રને રજૂઆત કરાઇ

સોનગઢ તાલુકાના ઉકાઈ જૂથ ગ્રામપંચાયત માંથી વાગદા ગામ છૂટું કરી તેને અલગ ગ્રામપંચાયતની રચના કરવાની કામગીરી ચાલતી હોય ગ્રામજનોએ આ અંગે જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી ને રજુઆત કરી વાગદા ગામને ઉકાઈ પંચાયતમાં જ યથાવત રાખવાની માંગ કરી છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ આ અંગે વાગદા ગામના યુવા રવિન્દ્ર ગામીત અને અન્યો એ તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસે લેખિતમાં રજુઆત કરી હતી.એમાં જણાવ્યા પ્રમાણે વાગદા ગામ ઘણા વર્ષો થી ઉકાઈ જુથ ગ્રામપંચાયત માં સમાવિષ્ટ છે અને ગામમાં વિકાસના કામો પણ થયા છે.હાલમાં વહીવટી તંત્ર દ્વારા વાગદા ગામ ને ઉકાઈ પંચાયત માંથી છૂટું કરી અલગ ગ્રામપંચાયત બનાવવા બાબતે કાર્યવાહી થઈ છે.આ બાબતે અરજદારો એ જણાવ્યું કે ગ્રામજનોની માંગણી ન હોવા છતાં જો વાગદા ગામની અલગ ગ્રામપંચાયત બનાવવામાં આવશે તો નાની પંચાયત બનવા ને કારણે ગામનો વિકાસ રૂંધાય જાય તેમ છે.

આ બાબતે તંત્ર દ્વારા લોકોની માંગણી બાબતે યોગ્ય પ્રત્યુત્તર ન મળે તો ગ્રામજનો આગામી ગ્રામપંચાયત ની ચૂંટણી નો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે અને સાથોસાથ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી લીધી છે. આ બાબતે અરજદારો દ્વારા ભૂતકાળમાં સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને પણ રજુઆત કરવામાં આવી હતી પરંતુ જવાબ મળ્યો નથી.વાગદા ગ્રામજનો ની ઉકાઈ પંચાયત સાથે જ રહેવાની માંગ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોકલાગણી છે.

અન્ય સમાચારો પણ છે...