આરોગ્ય સેવા / સોનગઢમાં 4 ધન્વંતરી આરોગ્ય રથ શરૂ, સેવા સારી મળી રહે એવા પ્રયાસો

Launch of 4 Dhanvantari Arogya Rath in Songadh, efforts to ensure good service
X
Launch of 4 Dhanvantari Arogya Rath in Songadh, efforts to ensure good service

  • અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવા સારી મળી રહે એવા પ્રયાસો

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

સોનગઢ. તાલુકામાં આવેલ અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓ સારી અને ઝડપી રીતે મળી રહે એવા આશય સાથે 4 જેટલા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણના લક્ષણો ધરાવતા લોકો હોય અને એમનું વહેલું નિદાન થાય તો વહેલી તકે સારવાર શરૂ થાય અને તેના સારા પરિણામ પણ મેળવી શકાય. આ હેતું સાથે સોનગઢ તાલુકામાં 04 ધન્વંતરી આરોગ્ય રથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર એ રંગુનવાલા અને તાલુકા પંચાયત પ્રમુખ ભિલાભાઈ ગામીતના હસ્તે તાલુકાના જુદા જુદા વિસ્તારમાં રવાના કરવામાં આવ્યા હતા. 

હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે
ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપતા સોનગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દીપક ચૌધરીએ આ ધન્વંતરી આરોગ્ય રથ કઈ રીતે દર્દીઓ ને મદદરૂપ થશે તેની વિગત આપી હતી. આ રથ સોનગઢ તાલુકાના  અંતરિયાળ ગામો ખાતે પહોંચી સ્ટાફ દ્વારા તાવ, શરદી, ખાંસી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ચામડીના રોગોનું સ્થળ પર નિદાન કરી સારવાર આપવામાં આવશે તથા જરૂરિયાત જણાય આવે તેવા દર્દીને સોનગઢ અથવા વ્યારા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી