તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડફ્લૂ:ઉચ્છલમાં મરઘીઓનું કિંલિંગ શરૂ, 17 હજાર મરઘી દફન

સોનગઢ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉચ્છલ ખાતે આવેલા ફાર્મમાં મરઘીઓનું કિંલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ઉચ્છલ ખાતે આવેલા ફાર્મમાં મરઘીઓનું કિંલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
 • 2 મરઘીના બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની કામગીરી

નવાપુરને લાગીને આવેલા ઉચ્છલ ખાતેના એક પોલ્ટ્રીફાર્મમાંથી મોકલવામાં આવેલા સેમ્પલની તપાસમાં બર્ડફલુ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારે સાંજે પશુપાલન વિભાગ અને સરકારી તંત્રની મદદથી મરઘીઓનું કલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફાર્મમાં રાખવામાં આવેલ તમામ 17,000 જેટલી મરઘી કિંલિંગ કર્યા બાદ ફાર્મમાં જ ખાડો ખોદી દાટી દેવાની કામગીરી શરૂ કરી હતી.

મહારાષ્ટ્રના નવાપુર ખાતે આવેલા પોલ્ટ્રીફાર્મ રાખવામાં આવેલા પક્ષીઓમાં બર્ડફલૂ રોગે દેખા દેતા ત્યાંના 25 જેટલા ફાર્મમાં રાખવામાં આવેલા મરઘીઓ અને ઈંડાનો નાશ કરવામાં આવ્યો છે અને તકેદારીના ભાગરૂપે નવાપુર નજીક આવેલા ઉચ્છલ ખાતેના નેશનલ પોલ્ટ્રીફાર્મ પર પણ પોલીસ મૂકી દેવામાં આવી હતી. ગત 13 મી ફેબ્રુઆરીએ આ ફાર્મમાંથી કુલ 06 જેટલા સેમ્પલ તપાસ માટે ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી સોમવારે આવેલા રિપોર્ટમાં 2 સેમ્પલમાં બર્ડફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સંદર્ભે સોમવારથી જ પશુપાલન વિભાગ તાપી કલેકટર કચેરી હરકતમાં આવી કામગીરી શરૂ કરી હતી.

મંગળવારના દિવસે પશુપાલન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ ઉચ્છલ ખાતે આવેલ આ ફાર્મમાં ધામા નાખ્યા હતા. દિવસ દરમિયાન જેસીબી મશીનથી ફાર્મના જ એક વિભાગમાં ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ પીપીઈ કીટ વડે સજ્જ થઇ બાદમાં મોડી સાંજે ફાર્મમાં રહેલી મરઘીઓનું કિંલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી મોડી રાત્રી સુધી ચાલી હોવાનું હોવાનું જાણવા મળ્યું હતુ. તંત્ર દ્વારા ફાર્મની અંદર અને બહારની સાઈડ પર જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો અને સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો